રસપ્રદ : હેમા માલિની નહીં પરંતુ આ સુંદર અભિનેત્રી સાથે કામ કરવા માટે ધર્મેન્દ્રએ 10 વર્ષ રાહ જોઈ હતી
રસપ્રદ : હેમા માલિની નહીં પરંતુ આ સુંદર અભિનેત્રી સાથે કામ કરવા માટે ધર્મેન્દ્રએ 10 વર્ષ રાહ જોઈ હતી
ધર્મેન્દ્ર
ધર્મેન્દ્રને (Dharmendra) જયારે હેમા માલિની સાથે પ્રેમ થયો ત્યારે તે એ પણ ભૂલી ગયો હતો કે, તે પરિણીત છે અને ચાર બાળકોનો પિતા છે. આ રીતે જ ધર્મેન્દ્રએ તેની ડ્રિમ ગર્લ સાથે બીજા લગ્ન કરી લીધા
મુંબઈ : બોલિવૂડ (Bollywood)નો હીમેન ધર્મેન્દ્ર (Dharmendra) જે તેના શાનદાર અભિનયને કારણે આજે પણ લોકોના દિલમાં સ્થાન ધરાવે છે. ધર્મેદ્ર અને હેમા માલિની (Hema Malini)ની લવ સ્ટોરી (Love Story) અંગે સૌકોઈ જાણે છે. સૌ જાણે છે કે, હેમા માલિની માટે ધર્મેન્દ્રએ પોતાનો ધર્મ પણ બદલ્યો હતો. પરંતુ અમે આજે તમને જણાવી રહ્યા છીએ એ અભિનેત્રી (Actress) વિષે જેની સાથે ફિલ્મ કરવા માટે ધર્મેન્દ્રએ 10 વર્ષ સુધી રાહ જોઈ હતી.
ધર્મેન્દ્રને જયારે હેમા માલિની સાથે પ્રેમ થયો ત્યારે તે એ પણ ભૂલી ગયો હતો કે, તે પરિણીત છે અને ચાર બાળકોનો પિતા છે. આ રીતે જ ધર્મેન્દ્રએ તેની ડ્રિમ ગર્લ સાથે બીજા લગ્ન કરી લીધા હતા. આ ઉપરાંત સામે આવેલા એક કિસ્સા વિષે વાત કરીએ તો ધર્મેન્દ્રએ તેની પ્રિય અભિનેત્રી સાથે ફિલ્મમાં કામ કરવાનો ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. જે અંગેની માહિતી સોશિયલ મીડિયામાં સામે આવી છે.
ધર્મેન્દ્રએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેમને જે અભિનેત્રી સાથે કામ કરવામાં સૌથી વધુ રસ હતો તેના માટે તેમને 10 વર્ષ રાહ જોવી પડી હતી. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ તેના સમયની સુંદર અભિનેત્રી સાધના હતી. જોકે, ધર્મેન્દ્રને તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં સાધના સાથે કામ કરવાની તક મળી હતી, પરંતુ તે સમયે તેઓ તેમની સાથે કામ કરવામાં સફળ ન થઈ શક્યા. આ પછી લગભગ ધર્મેન્દ્રને તેની પ્રિય અભિનેત્રી સાથે કામ કરવાની તક 10 વર્ષ પછી મળી હતી.
સાધના સાથે કામ કરવાની ધર્મેન્દ્રની પહેલી તક વિષે વાત કરીએ તો, વર્ષ 1960માં જ્યારે ધર્મેન્દ્રને સાધના સાથે કાસ્ટ કરવામાં આવી રહ્યા હતા, પરંતુ ધર્મેન્દ્ર સ્ક્રીન ટેસ્ટમાં ફેલ થયા હતા. આ ફિલ્મ હતી 'લવ ઇન શિમલા'. આ પછી ધર્મેન્દ્રને વર્ષો સુધી સાધના સાથે કામ કરવાની તક મળી ન હતી, જ્યારે તેઓ તેની સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. જો કે, 10 વર્ષની લાંબી રાહ બાદ ફિલ્મ 'ઈશ્ક પર જોર નહીં'માં ધર્મેન્દ્રને સાધના સાથે કામ કરવાની તક મળી. પછી જાણે ધર્મેન્દ્રનું સપનું પૂરું થયું હોય.
ધર્મેન્દ્રને સાધના સાથે કામ કરીને ખુબ જ આનંદ થયો. પરંતુ, આ પછી ધર્મેન્દ્રને ફરી ક્યારેય આવી તક મળી નહીં, કારણ કે અહેવાલો અનુસાર, ત્યાં સુધીમાં સાધનાના લગ્ન થઈ ગયા હતા અને તેણે પોતાને ફિલ્મોથી દૂર કરી લીધી હતી. તમને જણાવી દઈએ કે સાધના તે સમયની લોકપ્રિય અને ટોચની અભિનેત્રીઓમાંની એક હતી. દરેક અભિનેતા તેની સાથે કામ કરવા માંગતા હતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર