Home /News /entertainment /આ શરત ના રાખી હોત તો રાજપાલ યાદવ હોત 'જેઠાલાલ', દિલીપ જોશીની સફળતા જોઈ થયો પસ્તાવો!

આ શરત ના રાખી હોત તો રાજપાલ યાદવ હોત 'જેઠાલાલ', દિલીપ જોશીની સફળતા જોઈ થયો પસ્તાવો!

ફાઇલ ફોટો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના મેકર્સની પહેલી પસંદ દીલિપ જોશી નહીં પરંતુ રાજપાલ યાદવ હતાં. જી હાં, રાજપાલને ટીવી સીરિયલના મેકર્સે અપ્રોત પણ કર્યો હતો પરંતુ...

કોમેડી ટીવી સીરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વર્ષ 2008 થી પ્રસારિત થઈ રહી છે અને હજુ પણ દર્શકોને ખૂબ પસંદ છે. આ ટીવી સિરિયલમાં દિલીપ જોશી 'જેઠાલાલ' તરીકે, અમિત ભટ્ટ 'બાપુજી તરીકે અને મુનમુન દત્તા ''બબીતા ​​જી તરીકે મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. તેમજ 'દયાબેન' બનેલી દિશા વાકાણી પણ જબરદસ્ત ફેન ફોલોઇંગ ધરાવે છે. જોકે, એક્ટ્રેસ વર્ષ 2017થી મેટરનિટી લીવ પર ગયા બાદ આ સીરિયલનો ભાગ નથી રહી. જોકે, આજે અમે તમને શો સાથે જોડાયેલા મજેદાર ફેક્ટ વિશે જણાવી રહ્યા છીએ જે દિલીપ જોશી સાથે જોડાયેલા છે.

દિલીપ નહીં પણ રાજપાલ હતાં પહેલી પસંદ

મીડિયા રિપોર્ટ્સની માનીએ તો ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના મેકર્સની પહેલી પસંદ દિલીપ જોશી નહીં પણ રાજપાલ યાદવ હતાં. જી હાં, રાજપાલને સીરિયલમા મેકર્સે અપ્રોચ કર્યો હતો પણ અમુક કારણોસર વાત બની શકી નહતી. હકીકતમાં, રાજપાલ યાદ ફક્ત તે જ રોલ કરવા માંગતા હતાં જે ખાસ કરીને તેમને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો હોય.

આ પણ વાંચોઃ  માર્ચમાં લગ્નગ્રંથીથી બંધાશે ‘તેજરન’! કરણે ડેસ્ટિનેશન વેડિંગ અંગે કહી મોટી વાત

રાજપાલ યાદવના ના કહેવા પ્રમાણે જેઠાલાલનું પાત્ર દિલીપ જોશીને ઓફર કરવામાં આવ્યો હતો અમે આ રોલ ભજવીને તે આજે ઘરે-ઘરે ફેમસ થઈ ચુક્યા છે. એવામાં રાજપાલ યાદવથી એક ઈન્ટરવ્યુમાં પણ એ પુછવામાં આવ્યુ હગતું કે તેમણે આ રોલ નકારવાનો અફસોસ તો થતો હશે ને ત્યારે તેમણે કહ્યુ- ના મને કોઈ પછતાવો નથી.

આ પણ વાંચોઃ નવાઝુદ્દીન પર પત્ની બાદ નોકરાણીએ લગાવ્યા ગંભીર આરોપ! દુબઈથી શેર કર્યો વીડિયો



એક્ટિંગની દુનિયા છોડવા માંગતા હતા જેઠાલાલ

તમને જણાવી દઈએ કે, 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ઓફર થયા પહેલા દિલીપ જોશી બેરોજગાર હતાં. એક્ટરની પાસે લગભગ એક વર્ષથી કોઈ કામ નહતું. હકીકતમાં જે ટીવી સીરિયલમાં દિલીપ કામ કરી રહ્યા હતાં તે બંધ થઈ ગયુ હતું જ્યારબાદ તેમને ઘરે બેસવું પડ્યુ હતું. જોકે, 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ઓફર થતાં તેમની કિસ્મતમા દરવાજા ખુલી ગયા હતાં.
First published:

Tags: Dilip Joshi, Jethalal, Tarak Mehta ka Oolatah chashma, તારક મહેતા, મનોરંજન