Home /News /entertainment /મલાઈકા અરોરા અર્જુન કપૂરને નહીં પરંતુ આ વ્યક્તિને માને છે લાઈફલાઈન

મલાઈકા અરોરા અર્જુન કપૂરને નહીં પરંતુ આ વ્યક્તિને માને છે લાઈફલાઈન

મલાઈકા અરોરા અર્જુન કપૂરને નથી માનતી લાઈફલાઈન

મલાઈકા અરોરા છેલ્લા ઘણા વર્ષોથી અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. અર્જુન-મલાઈકા ક્યારે લગ્ન કરશે, એ વિશે હજી કંઈ કહી શકાય તેમ નથી, પરંતુ બંને સોશિયલ મીડિયા પર ખુલીને એકબીજા માટે પ્રેમ વ્યક્ત કરે છે. જો કે, વાત જ્યારે જીવનની વાત આવે છે ત્યારે મલાઈકાના જીવનના બીજા મહત્ત્વના લોકો પણ સામે આવવા લાગે છે.

વધુ જુઓ ...
મલાઈકા અરોરા છેલ્લા ઘણા વર્ષોથી અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. અર્જુન-મલાઈકા ક્યારે લગ્ન કરશે, એ વિશે હજી કંઈ કહી શકાય તેમ નથી, પરંતુ બંને સોશિયલ મીડિયા પર ખુલીને એકબીજા માટે પ્રેમ વ્યક્ત કરે છે. જો કે, વાત જ્યારે જીવનની વાત આવે છે ત્યારે મલાઈકાના જીવનના બીજા મહત્ત્વના લોકો પણ સામે આવવા લાગે છે.

મલાઈકા પોતાના દીકરાની વધુ નિકટ છે, તેમજ તે પોતાના મિત્રોનો ક્યારેય નથી ભૂલતી. મલાઈકા અરોરાના જો તમે ફેન હો અને તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરો છો તો તમે તેની સાથે કરિશ્મા કપૂર, કરિના કપૂર ખાન અને અમૃતા અરોરાની સાથે ફોટો જોયા હશે. ચારેય હંમેશાં સાથે પાર્ટી કરે છે અને જીવનની મજા માણતી જોવા મળે છે. તેથી મલાઈકા પોતાની આ ગર્લ ગેંગને પોતાની જીંદગી માને છે.




મલાઈકાએ પોતાની ગર્લ ગેંગને પોતાની જીંદગી કહી

આ ચારેય મિત્રો લગભગ બે દાયકાથી એકબીજાના સૌથી ભરોસાપાત્ર છે. એક એવી ઈન્ડસ્ટ્રીમાં જ્યાં સંબંધો ઘણા નાજુક હોય છે, ત્યાં તેમની મિત્રતા દિવસેને દિવસે વધુ મજબૂત થતી જાય છે. ભલે તેઓ પોતાના જીવનમાં ગમે તેવા ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ હોય. મલાઈકા પોતાની મિત્રોને જિંદગી માને છે. મીડિયા રિપોર્ટના અનુસાર, એક વાતચીત દરમિયાન તેને કહ્યું હતું કે, મારી ગર્લ ગેંગ મારી જિંદગી છે! મને યાદ છે કે થોડા મહિના પહેલા જ્યારે તેમને મારી કાર એક્સિડન્ટ વિશે ખબર પડી તો તેઓ કેટલા પરેશાન અને ચિંતિત થઈ ગયા હતા.

મલાઈકા નસીબદાર છે કે તેણે આવા મિત્રો મળ્યા

મલાઈકા અરોરા આગળ જણાવે છે કે, જ્યારે હું હોસ્પિટલથી ઘરે પરત ફરી, તો તેઓ મારા ઘરે હતા, મારો ઉત્સાહ વધારતા અને મારું ધ્યાન રાખતા કે હું જલ્દીથી સ્વસ્થ થઈ જાઉં. તેઓ મારી સાથે સમય પસાર કરતા હતા. તેઓ મને લાડ-પ્રેમ કરતા અને હસાવતા હતા. તેમની પ્રાર્થનાએ મને જલ્દીથી સાજી કરી દીધી. મારા જીવનમાં આવા મિત્રો મળવા બદલ આભાર વ્યક્ત કરું છું.

મલાઈકા અરોરાએ પોતાના ઊછેરનો ઉલ્લેખ કર્યો

મલાઈકા જણાવે છે કે, તે બધી અવિશ્વસનીય રીતે મજબૂત મહિલાઓ છે.અમારું બોન્ડ આટલું ખાસ હોવાનું કારણ એ છે કે અમારા બધાનો ઊછેર સમાન રીતે થયો છે, જ્યાં અમારી માતા અમારા જીવનનું કેન્દ્ર રહી છે. મલાઈકા અને અમૃતા બહેનો હોવા છતાં એકબીજાની સારી મિત્ર અને સપોર્ટ સિસ્ટમ પણ છે. હવે તે એક એવા પ્રોજેક્ટ પર સાથે કામ કરવાનો ઈરાદો રાખે છે જે તેમના દિલની નજીક છે. અમૂ અને હું પ્રાણીઓ માટે કંઈક કરવા માગીએ છીએ કેમ કે અમે ખરેખર તેમને લઈને ઘણા ભાવુક છીએ.
First published:

Tags: Arjun Kapoor, Bollywood Actors, Malaika Arora