'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે આલિયા ભટ્ટ નહીં પણ આ એક્ટ્રેસ ભણસાલીની પહેલી પસંદ હતી

News18 Gujarati
Updated: November 15, 2019, 6:42 PM IST
'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે આલિયા ભટ્ટ નહીં પણ આ એક્ટ્રેસ ભણસાલીની પહેલી પસંદ હતી
ફાઈલ તસવીર

'ગંગૂબાઈ કાઠિયાવાડી' ફિલ્મ માટે રાની મુખર્જીને (Rani Mukerji) લેવા માંગતા હતા. ફિલ્મની કહાની પ્રિયંકાને (Priyanka Chopra) પણ સંભળાવી હતી. પરંતુ બિઝી શેડ્યૂલના કારણે તેઓ ભણસાલીની 'ગંગૂબાઈ' ન બની શકી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ સંજય લીલા ભણસાલીની (Sanjay Leela Bhansali)આવનારી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' (Gangubai Kathiawadi)અંગે છેલ્લા કેટલાય દિવસોથી અનેક સમાચાર મીડિયામાં આવી રહ્યા છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) મુખ્ય પાત્રમાં દેખાશે. ફિલ્મમાં તેનું પાત્ર 'ગંગુબાઈ'નું છે. તાજેતરમાં જ 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મને લઈને સત્તાવાર જાહેરાત થઈ હતી. ત્યારબાદ એ નક્કી થયું હતું કે, આલિયા ભટ્ટ ફિલ્મનો મુખ્ય ભાગ હશે.

ઉલ્લેખનીય છે કે, 'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલીની પહેલી પસંદ બૉલિવૂડ એક્ટ્રેસ (bollywood actress) આલિયા ભટ્ટ ન્હોતી. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 'ગંગૂબાઈ કાઠિયાવાડી' ફિલ્મ માટે રાની મુખર્જીને (Rani Mukerji) લેવા માંગતા હતા. ફિલ્મની કહાની પ્રિયંકાને (Priyanka Chopra) પણ સંભળાવી હતી. પરંતુ બિઝી શેડ્યૂલના કારણે તેઓ ભણસાલીની 'ગંગૂબાઈ' ન બની શકી.

આલિયા ભટ્ટ અને રાની મુખર્જીની તસવીર


આ પણ વાંચોઃ-અજય દેવગણની ફિલ્મ Tanhajiનો આ વીડિયો જોઈને રુવાડાં ઊભા થઈ જશે

પદ્માવત' પછી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગૂબાઈ રિલિઝ થશે. 'પદ્માવત' ફિલ્મ વર્ષ 2018માં રિલિઝ થઈ હતી. આ ફિલ્મમાં લીડ રોલમાં દીપિકા પાદુકોણ હતી. 'ગંગૂબાઈ કાઠિયાવાડી'ની વાત કરવામાં આવે તો આ ફિલ્મ હુસૈન જૈદીની નૉવેલ માફિયા ક્વી્સ ઑફ મુંબઈ ઉપર આધારિત છે.

આ પણ વાંચોઃ-OMG! દક્ષિણ કોરિયાની નદીનું પાણી રાતોરાત થયું લાલ, કારણ છે ભયાનકફિલ્મમાં એવી યુવતીની કહાની જણાવી છે કે જેમાં બળજબરીથી દેહ વ્યાપારના ધંધામાં ધકેલવામાં આવે છે. ત્યારબાદ ઓછી ઉંમરમાં સૌથી પાવરફૂલ મહિલા બની જાય છે. મુંબઈ - જાણીતા બોલીવૂડ દિગ્દર્શક-નિર્માતા સંજય લીલા ભણસાલીએ 2021ની દિવાળી પર પોતાની નવી ફિલ્મ રિલિઝ કરવાની જાહેરાત કરી દીધી છે. એ ફિલ્મનું નામ તેમણે 'બૈજૂ બાવરા' રાખ્યું છે. એ ફિલ્મમાં બદલાની વાર્તા હશે.

આ પણ વાંચોઃ-શું પાર્ટનર સામે ખોલવા જોઈએ પોતાના ભૂતકાળના રહસ્યો?

ભણસાલી એમની 'બૈજૂ બાવરા' ફિલ્મને દીપિકા પદુકોણ દ્વારા અભિનીત અને નિર્મિત 'મહાભારત' ફિલ્મની તારીખે જ રિલીઝ કરવાના છે. 'મહાભારત'ને 2021ની દિવાળીમાં રિલીઝ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે અને એમાં દીપિકા દ્રૌપદીનો રોલ કરવાની છે.
First published: November 15, 2019, 6:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading