નવી દિલ્હી : નોરા ફતેહીએ 200 કરોડ રૂપિયાની ખંડણીના કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જોકે, માનહાનીનો કેસ કર્યા બાદ નોરાએ જેકલીનના ઇરાદા અને ઉછેરના અભાવ વિશે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છે. તમને જણાવી દઈએ કે, આ બંનેની ED દ્વારા છેલ્લા કેટલાક મહિનામાં મહાઠગ સુકેશ ચંદ્રશેખરના ખંડણીના કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી.
નોરાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર જણાવ્યું હતુ કે, 'મારા માતા-પિતાએ મને લોકોનો ફાયદો ઉઠાવવાનું શીખવ્યું નથી. મારો ઇરાદો હંમેશા સારો રહ્યો છે. આપણે બંન્ને સમાન નથી. તેણે પોતાની પોસ્ટ સાથે હસતી ઈમોજી પણ શેર કરી હતી. 12 ડિસેમ્બરના રોજ નોરાએ જેકલીન ફર્નાન્ડીઝ સામે રૂ. 200 કરોડની ખંડણીના કેસમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, જેમાં 'મહાઠગ' સુકેશ ચંદ્રશેખર મુખ્ય આરોપી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નોરાએ આરોપ લગાવ્યો છે કે જેક્લીન અને કેટલીક મીડિયા સંસ્થાઓએ તેની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, જેકલીનના વકીલે કહ્યું છે કે તેના ક્લાયન્ટે ક્યારેય નોરા ફતેહી વિશે જાહેરમાં કંઈ કહ્યું નથી અને તેથી તેને બદનામ કરવાનો પ્રશ્ન જ ઊભો થવો જોઈએ નહીં.
જેકલીન ફર્નાન્ડીઝને આરોપી બનાવવામાં આવી હતી
દિલ્હીની એક કોર્ટમાં સોમવારે દાખલ કરવામાં આવેલા માનહાનિના દાવામાં નોરાએ કહ્યું, 'એ સ્પષ્ટ થઈ ગયું છે કે ઉપરોક્ત પ્રતિસ્પર્ધીઓએ ફિલ્મ ઉદ્યોગમાં તેમની સાથે સ્પર્ધા કરવામાં અસમર્થ હોવાને કારણે તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જેના કારણે તેમને નુકસાન થયું છે. ફરિયાદમાં જેકલીનને 'આરોપી 1' તરીકે દર્શાવવામાં આવી છે.
નોરા ફતેહી તેના ડાન્સ માટે ફેમસ છે
નોરાએ 'થેંક ગોડ'માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'માણિકે' ગીતના કેમિયોમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અજય દેવગન પણ હતો. તેણે આયુષ્માન ખુરાના સાથે રિમિક્સ ગીત પર ડાન્સ પણ કર્યો હતો. આ ગીત 17 નવેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ 'એન એક્શન હીરો'નું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર