Home /News /entertainment /

નોરા ફતેહીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ, ટ્રોલર્સના નિશાના પર આવી પૂનમ પાંડે, જુઓ ફિલ્મ જગતના મુખ્ય સમાચારો

નોરા ફતેહીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ, ટ્રોલર્સના નિશાના પર આવી પૂનમ પાંડે, જુઓ ફિલ્મ જગતના મુખ્ય સમાચારો

નોરા ફતેહી અને વિકી કૌશલ

નોરા ફતેહી (nora fatehi) ઇન્સ્ટાગ્રામ પરત આવી ચૂકી છે અને તેણે આક્ષેપ કર્યો છે કે, કોઇ તેનું એકાઉન્ટ હેક (Hack) કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટેટમેન્ટમાં તેણે કહ્યું કે, “માફ કરજો મિત્રો, મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કરાયો

વધુ જુઓ ...
  શુક્રવારે બપોરે અચાનક જ અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi)નું ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ (Instagram Profile) તેના ફેન્સ ખોલી શકતા ન હતા. જ્યારે ફેન્સ તેની પ્રોફાઇલ ખોલતા હતા ત્યારે ‘કન્ટેન્ટ અનઅવેલેબલ’ તેવી એરર આવી રહી હતી. જોકે, હાલ અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પરત આવી ચૂકી છે અને તેણે આક્ષેપ કર્યો છે કે, કોઇ તેનું એકાઉન્ટ હેક (Hack) કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટેટમેન્ટમાં તેણે કહ્યું કે, “માફ કરજો મિત્રો, મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કરાયો હતો. સવારથી કોઇ મારું એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. ઇન્સ્ટાગ્રામની ટીમનો આભાર કે તેઓએ તાત્કાલિક મારી મદદ કરી અને પગલા લીધા.”

  વીકી કૌશલ શાહરૂખ ખાન સાથે કામ કરશે

  શાહરુખ ખાન (Shahrukh khan) ટૂંક સમયમાં રાજકુમાર હીરાણી (Rajkumar Hirani)ની અનટાઇટલ્ડ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે એવા અહેવાલના એક દિવસ બાદ હવે એક નવા અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વીકી કૌશલ (Vicky Kaushal)ને પણ આ ફિલ્મમાં કાસ્ટ કરવા માટે દિગ્દર્શક સાથે વાતચીત ચાલું છે. પિંકવિલાના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ અનટાઇટલ સ્ટોરી માટે નિર્માતાઓ વિકી સાથે વાતચીત કરી રહ્યા છે. સૂત્રોએ દાવો કર્યો છે કે, ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે વિકીને પણ મહત્વનો રોલ મળી શકે છે.

  અલ્લુ અર્જુનથી કેટલાક ફેંસ નારાજ

  અલ્લુ અર્જુન (Allu Arjun)ની જાહેરાતના કારણે અમુક ચાહકો નારાજ થઈ ગયા છે. તે ફૂડ ડિલિવરી એપ્લિકેશન માટેની નવી કમર્શિયલમાં દેખાયો હતો. જેમાં તેણે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં જોવા મળતી સ્લો-મોશન, હાઇ-ઓક્ટેન એક્શન સિક્વન્સની મજાક ઉડાવી હતી. વીડિયોમાં તે સ્લો મોશનમાં એક ગુંડાને માર મારતો જોવા મળ્યો હતો. જ્યારે ગુંડો લેન્ડ થવાની રાહ જુએ છે, ત્યારે તેણે અલ્લુ અર્જુનને વિનંતી કરી કે તે જલદી કામ કરે. કારણ કે તે રેસ્ટોરન્ટ બંધ થાય તે પહેલા ફૂડનો ઓર્ડર આપવા માંગે છે. અભિનેતાએ જવાબ આપ્યો કે, "આ સાઉથ સિનેમા છે. અમે આ રીતે જ કરીએ છીએ." જોકે, થોડા ફેન્સ આ લાઇનથી નારાજ છે.

  ગંગૂબાઇ કાઠીયાવાડીની વાહ વાહ

  આલિયા ભટ્ટ (Alia Bhatt)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ગંગૂબાઇ કાઠીયાવાડી (Gangubai Kathiawadi)નું ટ્રેલર રીલીઝ થઇ ચૂક્યું છે. સંજય લીલા ભણસાલીએ ડાયરેક્ટ કરેલી આ ફિલ્મ ગંગુબાઈ કોઠેવાલીના જીવન પર આધારિત છે. ગંગૂબાઇ એક યુવાન છોકરી હતી, જેને તેના સ્યુટર રમણિક લાલે વેશ્યાવૃત્તિમાં વેચી દે છે. આ ફિલ્મને હુસૈન ઝૈદીના પુસ્તક માફિયા ક્વીન્સ ઓફ મુંબઈના એક ચેપ્ટરમાંથી લેવામાં આવી છે. આલિયા મુખ્ય રોલમાં છે. આ ટ્રેલરની સામંથા રૂથ પ્રભુ, અનુષ્કા શર્મા અને દીપિકા પાદુકોણ સહિત ઘણા સેલિબ્રિટીઓએ સરાહના કરી છે.

  પૂનમ પાંડે ફરી ટ્રોલ થઈ

  પોતાના બોલ્ડ ફોટો અને વીડિયોને કારણે ચર્ચામાં રહેતી પૂનમ પાંડે (Poonam Pandey)ને ફરી એકવાર સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ (Trollers)ના નિશાને આવી હતી. આ વખતે તે તેના ડ્રેસને કારણે મુશ્કેલીમાં મુકાઇ છે. 3 ફેબ્રુઆરીએ તે ડિનર માટે બહાર ગઈ હતી, ત્યારે તેણે પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે ડાર્ક બ્લૂ કલરનો શોર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. યૂઝર્સે તેને તેના ટૂંકા કપડાં માટે ટ્રોલ કરી હતી.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Nora fatehi, Vicky Kaushal

  આગામી સમાચાર