Home /News /entertainment /Money Laundering Case: નોરા ફતેહીને ગર્લફ્રેન્ડ બનાવવા સુકેશે આપી હતી આવી ઓફર, કહ્યું જેક્લીન મારી માટે તૈયાર છે પણ...

Money Laundering Case: નોરા ફતેહીને ગર્લફ્રેન્ડ બનાવવા સુકેશે આપી હતી આવી ઓફર, કહ્યું જેક્લીન મારી માટે તૈયાર છે પણ...

બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી અવાર-નવાર બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર-નવાર પોતાના ફેન્સને પોતાની તસવીરો શેર કરતી રહે છે.  ફોટોઃ @norafatehi

નોરા ફતેહીએ કોર્ટમાં દાવો કર્યો હતો કે પિંકી ઈરાનીએ તેના કઝિનનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે જેકલીન ફર્નાન્ડિસ સુકેશની ઑફર સ્વીકારવા માટે લાઇનમાં હતી, પરંતુ સુકેશ માત્ર નોરા ફતેહીને જ ચાહતો હતો.


  Nora Fatehi Sukesh Case: જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekhar) સાથે જોડાયેલા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસ (Money Laundering Case) માં વધુ એક મોટો ખુલાસો થયો છે. સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ 200 કરોડ રૂપિયાની વસૂલાતના કેસમાં સાક્ષી બનેલી બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi) એ ગત દિવસોમાં કોર્ટમાં પોતાનું નિવેદન આપ્યું હતું, જેમાં તેણે દાવો કર્યો હતો કે સુકેશ ચંદ્રશેખરે તેને લક્ઝરી કારથી લઈ તમામ લગ્ઝુરિયસ લાઈફસ્ટાઈલ આપવાની ઓફર કરી હતી. તેણે દાવો કર્યો હતો કે તેણે તેની નજીકની સહયોગી પિંકી ઈરાની દ્વારા તેની પાસેથી અયોગ્ય ફેવર માંગી હતી.

  ઉલ્લેખનીય છે કે, નોરા ફતેહીની સાથે જેકલીન ફર્નાન્ડિસે પણ ઈઓડબલ્યૂ (EOW) કેસમાં કોર્ટમાં જુબાની આપી હતી.

  ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, 13 જાન્યુઆરીએ કોર્ટમાં જુબાની દરમિયાન નોરા ફતેહીએ દાવો કર્યો હતો કે સુકેશ ચંદ્રશેખરે કહ્યું હતું કે જો હું તેની ગર્લફ્રેન્ડ બનીશ તો તે મને મોટું ઘર, કાર અને લગ્ઝુરિયસ લાઈફસ્ટાઈલ આપશે. નોરા ફતેહીએ કોર્ટમાં દાવો કર્યો હતો કે પિંકી ઈરાનીએ તેના કઝિનનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે જેકલીન ફર્નાન્ડિસ સુકેશની ઑફર સ્વીકારવા માટે લાઇનમાં હતી, પરંતુ સુકેશ માત્ર નોરા ફતેહીને જ ચાહતો હતો. એટલું જ નહીં, ઈરાનીએ એમ પણ કહ્યું હતું કે ઘણી અભિનેત્રીઓ સુકેશ માટે બેતાબ છે.

  અભિનેત્રી નોરા ફતેહીએ કોર્ટને જણાવ્યું કે તેને સુકેશ ચંદ્રશેખરની પત્ની અભિનેત્રી લીના મારિયાએ ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમને કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનવા, ડાન્સ સ્પર્ધાને જજ કરવા અને અલગ-અલગ-વિકલાંગ બાળકોને પૈસા વાળું કવર આપવા માટે કહેવામાં આવ્યું હતું. કાર્યક્રમ પછી, ચંદ્રશેખરે તેમને થેન્ક યૂ ટોકન તરીકે કાર ઓફર કરી. જો કે નોરા ફતેહીએ જણાવ્યું કે તેણે કાર માટે ઇનકાર કર્યો હતો, કારણ કે તેણે પહેલેથી જ આઈફોન અને ગુચી બેગ જેવા ગિફ્ટ બોક્સ આપ્યા હતા. પરંતુ આરોપી સુકેશ તેને કાર માટે હેરાન કરતો રહ્યો.

  આ પછી નોરાએ કહ્યું કે કાર માટે વારંવાર આગ્રહ કરવા પર તેણે તેના સંબંધી બોબીને સુકેશનો સંપર્ક કરવા માટે કહ્યું. આરોપી સુકેશ ચંદ્રશેખર અને બોબીએ એક ફિલ્મ પ્રોજેક્ટ પર ડીલ કરી હતી, જેમાં સુકેશ ફતેહીને ફિલ્મ સાઈન કરવાના બદલામાં બીએમડબલ્યૂ કાર ગિફ્ટ કરવા માંગતો હતો.

  આ રીતે સુકેશે નોરાને એક બીએમડબલ્યૂ કાર ગિફ્ટ કરી, જો કે તે માત્ર સંબંધી બોબી પાસે જ હતી, કારણ કે આના તરત પછી નોરા દુબઈ ગઈ હતી. જ્યારે તે દુબઈમાં હતી, ત્યારે તેના કઝિનનો ફોન આવ્યો કે સુકેશની ઑફર લીધા પછી ટીવી એન્કર ઈરાનીએ તેનો સંપર્ક કર્યો અને કહ્યું કે જો નોરા ફતેહી સુકેશની ગર્લફ્રેન્ડ બનશે, તો તે તેના જીવન અને કારકિર્દીનો તમામ ખર્ચ ઉઠાવશે. સુકેશે આ ઓફર મોકલી હતી કે જો નોરા તેની ગર્લફ્રેન્ડ બનશે તો તે તમામ સુવિધાઓ આપશે.

  નોંધનીય છે કે, દિલ્હી પોલીસે આ સોમવારે કોર્ટમાં જણાવ્યું હતું કે કથિત છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની નજીકની સહયોગી પિંકી ઈરાનીએ ચંદ્રશેખરનો પરિચય અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ સાથે કરાવ્યો હતો અને તેણે 200 કરોડ રૂપિયાના ખંડણીના કેસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) એ એડિશનલ સેશન્સ જજ શૈલેન્દ્ર મલિક સમક્ષ ફાઈલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટમાં આ આરોપો મૂક્યા છે. આ કેસમાં અભિનેત્રી ફર્નાન્ડિસનું નામ આરોપી તરીકે નથી. ફર્નાન્ડિસ પણ કોર્ટમાં હાજર થઈ હતી. તે આ કેસમાં મની લોન્ડરિંગની તપાસમાં આરોપી છે.

  ચાર્જશીટમાં આરોપ છે કે ઈરાની ચંદ્રશેખરને મોટા ઉદ્યોગપતિ તરીકે રજૂ કરતી હતી અને બોલિવૂડની કેટલીક હસ્તીઓ સાથેની તેમની મીટિંગમાં ભૂમિકા ભજવતી હતી, પૂરક ચાર્જશીટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે પોલીસે અભિનેત્રી ફર્નાન્ડિસની ધરપકડ કરી હતી અને નોરા ફતેહી સહિત ઘણા લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. મુંબઈમાં રહેતી ઈરાનીની નવેમ્બર 2022માં દિલ્હી પોલીસના EOW દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

  ચંદ્રશેખર હાલ જેલમાં છે. તેના પર ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર શિવિંદર મોહન સિંહની પત્ની અદિતિ સિંહ સહિત અનેક લોકોને છેતરવાનો આરોપ છે. ચંદ્રશેખર અને તેના સહયોગીઓ પર અદિતિ સિંહ પાસેથી બળજબરીથી પૈસા પડાવવાનો આરોપ છે. તેણે આવું સરકારી અધિકારી તરીકે પોતાની ઓળખ આપીને કર્યું હતું. કથિત રીતે છેતરપિંડી કરનારે મની લોન્ડરિંગના કેસમાં જેલમાં બંધ તેના પતિને જામીન અપાવવાના નામે અદિતિ સિંહ સાથે છેતરપિંડી કરી હતી.
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन