EDની ઓફિસ પહોંચી નોરા ફતેહી, મની લોન્ડ્રિંગ કેસમાં થશે આજે (14 ઓક્ટબર) દિલ્હી સ્થિત ઓફીસમાં બોલાવી છે. જાણકારી મુજબ, આ કેસમાં જેક્લીન ફર્નાન્ડિઝને પણ ED તરફથી સમન્સ બજાવવામાં આવ્યું છે.
જાણકારી મુજબ, દિલ્હીની તિહાડ જેલમાં બંધ મહા નટવરલાલ સુકેસ ચંદ્રશેખર દ્વારા 200 કરોડ રૂપિયાની ઠગી મામલે નોરા ફતેહી (Nora Fatehi)ને પ્રવર્તન નિદેશાલય (Enforcement Directorate) દ્વારા સમન્સ બજાવવામાં આવ્યું હતું.
ED ઓફિસ પહોંચી નૌરા
ED તરફથી જેક્લીન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez)ને 15 ઓક્ટોબરનાં પૂછપરછ માટે EDની ઓફિસમાં બોલાવવામાં આવી હતી.
ઘણાં લોકોને બનાવ્યાં શિકાર- કહેવાય છે કે, જે રીતે સુકેશ અન્ય લોકોને જાળમાં ફસાવતો હતો તે રીતે નોરાએ તેને પોતાની જાળમાં ફસાવવાં ષડયંત્ર રચ્યું હતું.
EDની નોટિસ
કોણ છે સુકેશ ચંદ્રશેખર- કર્ણાટકનાં બેંગલુરુથી આવનારો સુકેશ ચંદ્રશેખર તેની અય્યાશી ભરેલી જિંદગી જીવવાનાં શોખને કારણે શાતિર ઠગ બની ગયો હતો. બેંગ્લુરુ પોલીસે જ્યારે સુકેશની પહેલી વકત ધરપકડ કરી હતી ત્યારે તેની ઉંમર માત્ર 17 વર્ષ હતી. તેને કર્ણાટકનાં પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીનાં દીકરાનો મિત્ર બની એક પરિવાર સાથે 1.14 કરોડ રૂપિયાની ઠગી કરી હતી. જ્યારે બેંગલુરુમાં પહેલી વખત તેની પોલ ખુલી ગઇ ત્યારે તે ચેન્નઇ ભાગી ગયો હતો. વર્ષ 2007 બાદ સુકેશ સતત તેનાં ઠેકાણા બદલી રહ્યો છે. તેનાં સુંદર ઘર અને લગ્ઝુરિયસ શોખ છે. જેમાંથી કેટલીક સંપત્તી હાલમાં ઇડીએ જપ્તે કરી લીધી છે. સુકેશે દેશનાં નામી હસ્તીઓને તેનો શિકાર બનાવ્યો છે. તેનું બીજુ નામ 'બાલાજી' પણ છે. ચંદ્રશેખર વિરુદ્ધ દેશમાં 20થી વધુ કેસ દાખલ છે.
16 ઓક્ટોબર સુધી વધી કસ્ટડી- 200 કરોડ રૂપિયાનાં મની લોન્ડ્રિંગ કેસમાં કોર્ટમાં એક્ટ્રેસ લીના મારિયા પોલની કસ્ટડી 16 ઓક્ટોબર સુધી વધી ગઇ છે. વિશએષ ન્યાયાધિશ પ્રવીણી સિંહએ લીનાનાં કથિત પતિ સુકેશ ચંદ્રશેખરની કસ્ટડી 11 દિવસ માટે વધારવાનો આદેશ આપ્યો છે. બંનેની મંગળવારે 12 ઓક્ટોબરનાં ગત કસ્ટડી સમાપ્ત થયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.