'Dilbar' સોન્ગને યૂટ્યૂબ પર મળ્યાં 100 કરોડથી વધુ વ્યૂઝ, નોરા ફતેહીએ ખાસ અંદાજમાં મનાવ્યો

'Dilbar' સોન્ગને યૂટ્યૂબ પર મળ્યાં 100 કરોડથી વધુ વ્યૂઝ, નોરા ફતેહીએ ખાસ અંદાજમાં મનાવ્યો
(photo credit: instagram/@viralbhayani)

નોરા ફતેહી (Nora Fatehi)નાં ડાન્સ નંબર દિલબર (Dilbar Song) સોન્ગને યૂટ્યૂબ પર 100 કરોડથી વધુ વ્યૂઝ મળ્યાં છે. જેનો જશ્ન મનાવવાં માટે મેકર્સે તેને ઓફિસ બોલાવ્યો હતો. જજ્યાં તેણે શાનદાર સરપ્રાઇઝ આપી છે. આટલી મોટી સરપ્રાઇઝ મેળવી નોરા ફતેહી ખુબજ ખુશ થઇ ગઇ છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ  ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી (Nora Fatehi) તેનાં શાનદાર ડાન્સ મૂવ્સથી સૌ કોઇનું દિલ જીતી લે છે. તે ઉપરાંત તેની જોરદાર ફેશન સેન્સને કારણે તે હમેશાં ચર્ચામાં રહે છે તેનાં ડાન્સિંગ દમ પર નોરા ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ થઇ ગઇ છે. 'છોડ દેંગે', 'ઓ સાકી સાકી' અને 'હાય ગર્મી' જેવાં ગીતો પર ડાન્સ મૂવ્સથી નોરા ઇન્ટરનેટ નું ટેમ્પરેચર વધારી રહી છે. સોશિયલ મીડિયા પર નોરા ફતેહી (Nora Fatehi Dance Video) મિલિયન્સ ફોલોઅર્સ થઇ ગયા છે. જે તેની દરેક અદા પર ફિદા છે.

    આ વચ્ચે નોરા ફતેહીનાં 'દિલબર' સોન્ગે એક નવો રેકોર્ડ બનાવી લીધો છે. ગીતને યૂટ્યૂબ પર 100 કરોડ વ્યૂઝ મળી ગયા છે. જેનાંથી એક્ટ્રેસ ઘણી જ ખુસ છે. નોરાએ આ ખુશીને ખાસ રીતે સેલિબ્રેટ કરી છે. નોરા ફતેહીએ તેનાં ડાન્સ નંબર 'દિલબર' ગીતને 100 કરોડ વ્યૂઝ મળવાની ખુશીનું જશ્ન મ્યૂઝિક કંપની ટી સીરીઝનાં મેમ્બર્સ અને કેટલાંક બાળકોએ સાથે મળીને કરી છે. જેનો વીડિયો સામે આવ્યો છે.





    આ વીડિયોમાં નોરા કેટલાંક નાના બાળકોની સાથે નજર આવી રહી છે. જેમનાં મોઢે માસ્ક બાંધેલું છે. અને ડાન્સ કરી રહ્યાં છે. આ નાના બાળકોને ડાન્સ કરતાં જોઇ નોરા ઘણી જ ખુશ નજર આવી રહી છે. ખરેખરમાં, નોરા માટે આ સરપ્રાઇઝ હતું. જે મ્યૂઝિક કંપની ટી-સીસીઝે બનાવ્યો હતો. ગીતને 100 કરોડથી વધુ વ્યૂઝ મળવાની ખુશીમાં મેકર્સે નોરાને મ્યૂઝિક કંપની ટી સીરીઝને ઓફિસ બોલાવ્યો, જ્યાં તેને આ સુંદર સર્પારઇઝ મળ્યું છે.
    Published by:Margi Pandya
    First published:March 06, 2021, 17:39 pm

    ટૉપ ન્યૂઝ