બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝ. (ફાઇલ ફોટો)
જેકલીનને સ્પેશિયલ જજ શૈલેન્દ્ર મલિકે રૂપિયા બે લાખના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. કોર્ટની શરતોમાં કોર્ટની પૂર્વ પરવાનગી વિના દેશ છોડવો નહીં અને ED દ્વારા બોલાવવામાં આવે ત્યારે તપાસમાં ભાગ લેવાનો સમાવેશ થાય છે.
સોમવારે બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીએ કો-સ્ટાર જેકલીન ફર્નાન્ડીઝ અને 15 મીડિયા હાઉસ સામે તેમની અપમાનજનક ટિપ્પણી માટે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તેમણે મીડિયા સંસ્થાઓ પર ટિપ્પણીઓને 'આગળ લઈ જવા અને પ્રસારિત કરવાનો' આરોપ લગાવ્યો હતો. ફતેહીએ વધુમાં દાવો કર્યો હતો કે તેના હરીફ કલાકારો અને મીડિયા સંગઠનો 'એકબીજા સાથે મિલીભગતથી કામ કરી રહ્યા છે'.
અહેવાલો અનુસાર, નોરાએ જેકલીન વિરુદ્ધ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. નોરાએ આ મામલે અનેક મીડિયા હાઉસ સામે માનહાનિનો કેસ પણ દાખલ કર્યો છે. નોરા ફતેહીનો આરોપ છે કે ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં તેના નામનો બળજબરીથી ઉપયોગ કરવામાં આવ્યો છે. અભિનેત્રીનું કહેવું છે કે સુકેશ સાથે તેનો સીધો સંપર્ક નહોતો. તે સુકેશની પત્ની લીના મારિયા પોલ દ્વારા સુકેશને ઓળખતી હતી. અને નોરાએ સુકેશ ચંદ્રશેખર પાસેથી ભેટ લેવાનો ઈન્કાર કર્યો છે.
તમને જણાવી દઈએ કે, જેકલીનને સ્પેશિયલ જજ શૈલેન્દ્ર મલિકે રૂપિયા બે લાખના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. કોર્ટની શરતોમાં કોર્ટની પૂર્વ પરવાનગી વિના દેશ છોડવો નહીં અને ED દ્વારા બોલાવવામાં આવે ત્યારે તપાસમાં ભાગ લેવાનો સમાવેશ થાય છે. બાદમાં, તેણી વ્યક્તિગત બોન્ડ ભરવા અંગેની સંક્ષિપ્ત કાર્યવાહી દરમિયાન કોર્ટ સમક્ષ પણ હાજર થઈ હતી.
નોંધનીય છે કે, જ્યારથી 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જેકલીનનું નામ જોડાયું છે ત્યારથી અભિનેત્રીની ધરપકડની માગ ઉઠી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેના રિપોર્ટમાં સુકેશ ચંદ્રશેખર પર અનેક હાઈ-પ્રોફાઈલ વ્યક્તિઓને છેતરવાનો આરોપ લગાવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર