મુંબઇ: 'બાહુબલી' અને 'કિક-2' જેવી ફિલ્મોનાં ગીતમાં નજર આવી. કેનેડિયન મોરોક્કન એક્ટ્રેસ નોરા ફતેહીનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નોરા ડાન્સ કરતી નજર આવે છે. અવોર્ડ શો દરમિયાન કરેલાં આ ડાન્સમાં નોરાએ સ્ટેજ પર આગ લગાવી દીધી છે. માનવામાં આવે છે કે નોરા ટૂંક સમયમાં જ મલયાલમ ફિલ્મ 'કયાકુલમ કોચુન્ની'માં જોવા મળશે. તેમાં નિવિન પોલ જેવાં સ્ટાર્સ મુખ્ય રોલ અદા કરશે. આ બીજી મલયાલમ ફિલ્મ હશે જેમાં નોરા જોવા મળશે. આ પહેલાં એક્ટર પૃથ્વીરાજની ફિલ્મ 'કયાકુલમ કોચુન્ની'ડબલ બૈરલ'માં નજર આવી હતી.
વીડિયો બેંગ્લુરુમાં યોજાયેલા મિસ ઇન્ડિયા ફએમિના ડિવા એવોર્ડ્સ 2018નાં સ્ટેજ પર કર્યો હતો. આ દરમિયાન એક ગ્રુપ પરફોર્મન્સ આપવાનું હતું. પણ ત્યારે તેને અચાનક જ સોલો પરફોર્મન્સ કરવા કહેવામાં આવ્યું જેનાં માટે તે જરાં પણ તૈયાર ન હતી. નોરાએ ઇન્સ્ટાગ્રામ પર તેનો વીડિયો શેર કર્યો અને લખ્યુ હતું કે, 'હું આ સોલો પરફોર્મન્સ માટે જરાં પણ તૈયાર નથી હું બસ મ્યૂઝિક મહેસૂસ કરી રહી હતી.'
'કયાકુલમ કોચુન્ની' રોશન એંડ્રસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ છે. તે રિઅલ લાઇફ પર આધારિત છે. એક્ટ્રેસ ગોવામાં ફિલ્મનાં એક ગીતનું શૂટિંગ કરશે. તેણે કહ્યું કે, આ સોન્ગનાં કોરિયોગ્રાફ વિષ્ણુ દેવ સરની સાથે શૂટ કરવા માટે ખુબજ ઉત્સાહિત છું. ફિલ્મમાં નિવિલ પોલ અને મોહનલાલ જેવાં દિગ્ગજ કલાકાર છે. આ મારો પહેલો મલયાલમ ડાન્સ સિક્વન્સ છે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર