જ્યારે નોરા ફતેહીની 'જલપરી' બનતા હાલત થઈ ખરાબ, સ્ટ્રેચર પર આવી એક્ટ્રેસ, Video જોઈ ફેન્સ પરેશાન
જ્યારે નોરા ફતેહીની 'જલપરી' બનતા હાલત થઈ ખરાબ, સ્ટ્રેચર પર આવી એક્ટ્રેસ, Video જોઈ ફેન્સ પરેશાન
નોરા ફતેહીને સ્ટ્રેચરમાં જોઈ ફેન્સ પરેશાન
નોરા ફતેહી (Nora Fatehi) તેના બોલ્ડ ફોટા અને કિલર ડાન્સ મૂવ્સને કારણે હેડલાઈન્સમાં રહે છે. નોરા ફતેહી (Nora Fatehi) બીજી વાર પંજાબી સિંગર ગુરુ રંધાવા સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહી છે. બંનેનું નવું મ્યુઝિક આલ્બમ 'ડાન્સ મેરી રાની' (Dance Meri Rani) 21 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહ્યું
નોરા ફતેહી (Nora Fatehi) તેના બોલ્ડ ફોટા અને કિલર ડાન્સ મૂવ્સને કારણે હેડલાઈન્સમાં રહે છે. ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી આ વખતે સુપરસ્ટાર સિંગર ગુરુ રંધાવા (Guru Randhawa) સાથે મળીને ચાહકોના હોશ ઉડાડવા જઈ રહી છે. નોરા તેના ગીતમાં 'જલપરી'ના અવતારમાં જોવા મળશે. બંનેનું નવું મ્યુઝિક આલ્બમ 'ડાન્સ મેરી રાની' (Dance Meri Rani) ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે. જો કે અભિનેત્રીની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે, તેને સેટ પરથી લાવવા માટે સ્ટ્રેચરનો સહારો લેવો પડ્યો. નોરાને સ્ટ્રેચર પર પડેલી જોઈને ચાહકો પણ ચિંતિત થઈ ગયા અને પૂછવા લાગ્યા કે બધું બરાબર છે.
નોરાને આ રીતે જોઈ લોકો પરેશાન થઈ રહ્યા
નોરા ફતેહી (Nora Fatehi) બીજી વાર પંજાબી સિંગર ગુરુ રંધાવા સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહી છે. બંનેનું નવું મ્યુઝિક આલ્બમ 'ડાન્સ મેરી રાની' (Dance Meri Rani) 21 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહ્યું છે. પરંતુ આ ગીતના રિલીઝ પહેલા એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે પછી લોકો નોરાના સ્વાસ્થ્યને લઈને ચિંતા કરવા લાગ્યા છે.
નોરાને સ્ટ્રેચર પર સૂવાથી ખસેડવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે, વીડિયોમાં અભિનેત્રી સ્ટ્રેચર પર સૂતી જોવા મળે છે (Nora Fatehi Came On A Stretcher). મ્યુઝિક આલ્બમ માટે નોરાએ 'જલપરી'નો અવતાર લીધો છે અને અભિનેત્રી માટે ફીટ-ફીટ કપડામાં હરવુ-ફરવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. આ કારણોસર, નોરાને સ્ટ્રેચર પર સૂઈને ખસેડવામાં આવી રહી છે.
3 મહિને આ ડ્રેસ તૈયાર થયો
નોરા ફતેહીના આ ડ્રેસ વિશે વાત કરીએ તો, આ કોઈ સામાન્ય ડ્રેસ નથી. નોરાનો આ ડ્રેસ વિદેશમાં તૈયાર કરવામાં આવ્યો છે, જેનું વજન 15 કિલો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેને બનાવવામાં લગભગ 3 મહિનાનો સમય લાગ્યો છે, જેને પહેરી હરવુ-ફરવુ ખૂબ જ મુશ્કેલ કામ છે.
'ડાન્સ મેરી રાની' ગીત ગુરુ રંધાવા અને ઝહરા એસ ખાને ગાયું છે. તેને રશ્મિ વિરાગે લખ્યું છે અને તનિષ્ક બાગચીએ કમ્પોઝ કર્યું છે. વિડિયો બોસ્કો લેસ્લી માર્ટિસ દ્વારા ક્યુરેટેડ, ડિઝાઇન અને ડિરેક્ટ કરવામાં આવ્યું છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર