Home /News /entertainment /Money laundering case: નોરા ફતેહી અને પિંકી ઈરાની EOWની ઓફિસ પહોંચ્યા, વધુ 4 એક્ટ્રેસિસની પૂછપરછ થઈ શકે છે

Money laundering case: નોરા ફતેહી અને પિંકી ઈરાની EOWની ઓફિસ પહોંચ્યા, વધુ 4 એક્ટ્રેસિસની પૂછપરછ થઈ શકે છે

200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં પૂછપરછ માટે એક્ટ્રેસ નોરા ફતેહી અને પિંકી ઈરાની દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ(EOW)ની ઓફિસ પહોંચી ગઈ છે.

200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં પૂછપરછ માટે એક્ટ્રેસ નોરા ફતેહી અને પિંકી ઈરાની દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ(EOW)ની ઓફિસ પહોંચી ગઈ છે.

    200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં પૂછપરછ માટે એક્ટ્રેસ નોરા ફતેહી અને પિંકી ઈરાની દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ(EOW)ની ઓફિસ પહોંચી ગઈ છે.

    આ પણ વાંચોઃ- જેકલિન ફર્નાન્ડિઝ EOW ઓફિસ પહોંચી, પોલીસે પૂછપરછ શરૂ કરી

    પિંકી અને નોરા ની સામ-સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે. આ પહેલા બુધવારે એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ અને પિંકી ઈરાનીની પૂછપરછ કરી હતી.

    આ કેસમાં નોરાની પાંચમીવાર પૂછપરછ થશે. EOWની ટીમ ચાર અન્ય એક્ટ્રેસિસ- નિકિતા તંબોલી, ચાહત ખન્ના, સોફિયા સિંહ અને અરુષા પાટિલની પૂછપરછ કરી શકે છે. આ લોકોએ તિહાડ જેલમાં સુકેશ સાથે મુલાકાત કરી હતી. તેમજ બુધવારે EOWએ જેકલિનની 8 કલાક પૂછપરછ કરી, જેમાં 100થી વધુ સવાલ કરવામાં આવ્યા હતા.

    જેકલિન-નોરાનું ડાયરેક્ટ કનેક્શન નથીઃ કમિશ્નર


    સ્પેશિયલ કમિશ્નર રવિન્દ્ર યાદવે કહ્યું હતું કે પિંકી ઈરાની અહીંયા છે અને તેથી જ બંનેની પૂછપરછ કરવા ઈચ્છે છે. કેટલીક બાબતો સ્પષ્ટ કરવાની જરૂર છે. જોકે, આ કેસમાં નોરા તથા જેકલિન વચ્ચે કોઈ ડાયરેક્ટ કનેક્શન નથી.

    નોરાએ ગિફ્ટ હોવાની વાત કબૂલી


    EDની પૂછપરછમાં આરોપી સુકેશે નોરા તથા જેકલિનને લક્ઝૂરિયસ કાર તથા મોંઘી ગિફ્ટ્સ આપી હોવાનું કહ્યું હતું. 14 ઓક્ટોબર, 2021ના રોજ નોરા તથા સુકેશની સામ-સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી. નોરાએ 1 કરોડથી મોંઘી લક્ઝૂરિયસ કાર ગિફ્ટમાં લીધી હોવાનું સ્વીકાર્યું હતું.

    મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પિંકી ઈરાનીએ જ નિકિતા તંબોલી, ચાહત ખન્ના તથા અરુષા પાટિલની મુલાકાત જેલમાં સુકેશ સાથે કરાવી હતી. આ મુલાકાતો સુકેશના અલગ અલગ નામ ને ઓળખથી કરાવવામાં આવી હતી. EDએ આ કેસમાં આ તમામની એકવાર પૂછપરછ કરી છે. તમામે સુકેશ સાથે મુલાકાત કરી હોવાનો સ્વીકાર કર્યો છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Money laundering, Nora fatehi, દિલ્હી પોલીસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन