No Expensive Gifts: અથિયા શેટ્ટી (Athiya Shetty) અને કેએલ રાહુલ (KL Rahul)ના લગ્ન બાદ એવા સમાચાર હતા કે કપલને ઘણા મોંઘા ગિફ્ટ્સ મળ્યા છે. તેમાં 50 કરોડની કિંમતનું એક ઘર પણ સામેલ છે. પરંતુ હવે તેને લઇને સુનીલના પરિવાર તરફથી નિવેદન સામે આવ્યું છે.
Athiya-KL Rahul Wedding: જાન્યુઆરીમાં મનોરંજન જગતમાં અત્યાર સુધીમાં બે મોટા સમાચાર છે. એક શાહરૂખ ખાનની (Shah Rukh Khan)'પઠાણ' (Pathaan)અને બીજી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન. ગયા અઠવાડિયે સુનીલ શેટ્ટીની દીકરીના લગ્ન થયા.
લગ્ન બાદ આ સેલેબ કપલના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. આ સાથે સમાચાર એ પણ હતા કે કપલને ઘણી મોંઘીદાટ ગિફ્ટ્સ મળી છે. હવે પરિવાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ મોંઘી ગિફ્ટ્સ મળી નથી.
અથિયા અને રાહુલના લગ્ન પછી સમાચાર આવ્યા કે સસરા સુનીલ શેટ્ટીએ દીકરી-જમાઈને 50 કરોડનું ઘર ગિફ્ટ કર્યું છે. આ સાથે કપલને મોંઘી મોટી કાર, ઘડિયાળ, બાઇક પણ ભેટમાં આપવામાં આવી છે. આ સમાચાર આવતાની સાથે જ તે આગની જેમ દરેક જગ્યાએ ફેલાઈ ગઈ હતી.
પરિવારે કરી સ્પષ્ટતા
જ્યારે આ રિપોર્ટ્સ અંગે સુનીલ શેટ્ટીના પરિવાર સાથે વાત કરી તો તેઓએ તેનો ઈન્કાર કર્યો. પરિવારનું કહેવું છે કે મોંઘી ગિફ્ટ વિશે બહાર આવી રહેલા તમામ સમાચાર પાયાવિહોણા છે. આ સાથે અન્નાના પરિવારે એવી પણ રિકવેસ્ટ કરી છે કે આવા કોઈ સમાચાર જણાવતા પહેલા એકવાર પરિવાર સાથે ખાતરી કરો કે તે સાચા છે કે નહીં. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર અથિયા-રાહુલના લગ્ન કરતાં પણ વધુ મોંઘીદાટ ગિફ્ટ્સની ચર્ચા થઈ રહી છે.
જણાવી દઇએ કે અથિયા અને કેએલ રાહુલ છેલ્લા 3 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ડિસેમ્બર 2022 માં, બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને 23 જાન્યુઆરીના રોજ લગ્ન કર્યા. બંનેના લગ્ન સુનીલના ખંડાલા ફાર્મહાઉસમાં થયા હતા. હાલમાં, વર્ક કમિટમેન્ટ્સને કારણે લગ્નનું રિસેપ્શન મોકૂફ રાખવામાં આવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર