Home /News /entertainment /

Drug Case: Deepika Padukone ની મેનેજર કરિશ્માની વધી મુશ્કેલી, કોર્ટે જામીન અરજી ફગાવી

Drug Case: Deepika Padukone ની મેનેજર કરિશ્માની વધી મુશ્કેલી, કોર્ટે જામીન અરજી ફગાવી

Deepika Padukone ની મેનેજર કરિશ્માની વધી મુશ્કેલી

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મોત મામલે ડ્રગ્સ કેસ સંબંધિત તપાસમાં ધરપકડનાં ડરથી કરિશ્મા પ્રકાશ (Karishama Prakash)નાં વચગાળાનાં જામીનની અરજી દાખલ કરી હતી.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સ્પેશલ NDPC મુંબઇની કોર્ટે ગુરુવારે બોલિવૂડનાં દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajupt)નાં મોત સાથે જોડાયેલાં ડ્રગ્સ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની પૂર્વ મેનેજર કરિશ્મા પ્રકાશ (Karishma Prakash)ની મુશ્કેલીઓ વધતી નજર આવી રહી છે. કોર્ટે કરિસ્મા પ્રકાશની ધરપકડ પહેલાંની જામીન અરજી ખારીજ કરી દીધી છે. સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે જોડાયેલાં કેસથી સંબંધિત તપાસમાં ધરપકડનાં ડરથી કરિશ્મા પ્રકાશ (Karishama Prakash)નાં વચગાળાનાં જામીનની અરજી દાખલ કરી હતી.

    આ પણ વાંચો-Raj Kundra Case: વધુ એક પીડિતા આવી સામે, તેની સંમતિ વગર પ્રાઇવેટ પાર્ટ્સ બતાવવામાં આવ્યા

    કરિશ્મા પ્રકાશ ગત વર્ષે ઓક્ટોબરમાં નારકોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેસ એક્ટ (NDPSA) કોર્ટ સામે વચગાળાનાં જામીન અરજી દાખલ કરી હતી પણ ડિફેન્સ અને પ્રોસિક્યૂશનનાં નિવેદન સાંભળ્યા બાદ સ્પેશલ જજ VV Widwansએ પ્રકાશનાં વચગાળાની જામીન અરજી ફગાવી દીધી હતી. જોકે, કોર્ટે પ્રકાશને બોમ્બે હાઇકોર્ટ જવાની પરવાનગી આપવાનાં આદેશ પર 25 ઓગસ્ટ સુધીની રોક લગાવી છે.

    આ પણ વાંચો- TARAK MEHTA: બાઘાએ રૂ. 61 હજારની હુડી પહેરી તો સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ ગઇ

    નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો ડ્રગ્સ તસ્કરો અને બોલિવૂડ સેલિબ્રિટીઝ વચ્ચે કથિત સાંઠગાંઠની તપાસ કરી રહ્યું છે આ આખો મામલો ગત વર્ષે જૂનમાં સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ સામે આવ્યો હતો. CBIએ સુશાંતનાં નિધન બાદ આ કેસ અલગ અલગ એંગલથી તપાસ્યો છે. તો કેસની તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવેલાં ડ્રગ્સ તસ્કરોમાં એકની પૂછપરછ દરમીયાન દીપિકા પાદુકોણની પૂર્વ મેનેજર કરિશ્મા પ્રકાશનું નામ સામે આવ્યું હતું.

    આ પણ વાંચો-TARAK MEHTA: બબતીજીથી સુંદરવીરા સુધી.. શોમાં હોવા છતાય કેમ નથી જોવા મળી રહ્યાં આ પાત્રો?

    આ બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ઘણાં મોટા મોટા એ લિસ્ટર બોલિવૂડ હસ્તીની પૂછપરછ કરી હતી. સેન્ટ્રલ એજન્સીએ ડ્રગ્સ કેસમાં અત્યાર સુધીમાં તપાસ હેઠળ 20થી વધુ લોકોની ધરપકડ કરી લીધી છે. અને દિવંગત એક્ટરની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહિત મોટાભાગનાં આરોપીઓ હાલમાં જામીન પર બહાર છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Deepika Padukone, Drugs Case, Entertainment news, Ex manager, Karishma prakash, Sushant singh rajput

    આગામી સમાચાર