Home /News /entertainment /Nitish Bhardwaj B’day: નીતીશ ભારદ્વાજ કૃષ્ણ નહીં વિદુરનો રોલ કરવાના હતા, પણ મેકઅપ રૂમમાં કંઈક આવું થયું ને ભાગ્ય બદલાઈ ગયું

Nitish Bhardwaj B’day: નીતીશ ભારદ્વાજ કૃષ્ણ નહીં વિદુરનો રોલ કરવાના હતા, પણ મેકઅપ રૂમમાં કંઈક આવું થયું ને ભાગ્ય બદલાઈ ગયું

આજે નિતિશ ભારદ્વાજનો જન્મ દિવસ

Happy Birthday Nitish Bhardwaj: મહાભારત માટે નિર્માતા-દિગ્દર્શક બી આર ચોપરા કલાકારોની પસંદગી કરી રહ્યા હતા, ત્યારે નીતિશ ભારદ્વાજને સૌથી પહેલાં વિદુરનો રોલ ઓફર થયો હતો.

    Nitish Bhardwaj: બી.આર.ચોપરાની સિરિયલ મહાભારતમાં શ્રી કૃષ્ણ (Lord Krishna)નો રોલ કરનારા નીતીશ ભારદ્વાજનો આજે બર્થ ડે (Nitish Bhardwaj birthday) છે. તેમનો જન્મ 2 જૂન, 1963ના રોજ થયો હતો. ભગવાન કૃષ્ણના રોલમાં નીતિશ ભારદ્વાજ (Nitish Bhardwaj)એ એવા પ્રાણ ફૂંક્યા હતા કે લોકો આજે પણ તેમને ભગવાનની જેમ પૂજે છે. મહાભારત (Mahabharat) સિરિયલ ઉપરાંત નીતિશ ભારદ્વાજે શ્રી કૃષ્ણ, ગીતા રહસ્ય, વિષ્ણુ પુરાણ અને મન મેં હૈ વિશ્વાસ જેવા ટીવી શોમાં ભગવાન કૃષ્ણનો રોલ કર્યો હતો. તેઓ અભિનેતા હોવા ઉપરાંત દિગ્દર્શક, સ્ક્રીન રાઇટર, નિર્માતા પણ છે. એટલું જ નહીં, તેઓ વેટરનરી ડોક્ટર હોવાથી તેઓ ડો.નીતીશ ભારદ્વાજ તરીકે પણ ઓળખાય છે.

    તેઓ લોકોમાં એટલા પ્રખ્યાત થયા હતા કે તેમને ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા હતા. નીતીશ જ્યાં પણ જતા ત્યાં લોકો તેમની ભગવાન તરીકે પૂજા કરતા હતા અને તેમનું સન્માન કરતા હતા. પોતાની લોકપ્રિયતાના કારણે નીતિશ જીત્યા હતા અને લોકસભામાં પણ પહોંચ્યા હતા. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે નીતિશ મહાભારતમાં ભગવાન કૃષ્ણની નહીં પણ વિદુરની ભૂમિકા ભજવવા માંગતા હતા.

    મહાભારત માટે નિર્માતા-દિગ્દર્શક બી આર ચોપરા કલાકારોની પસંદગી કરી રહ્યા હતા, ત્યારે નીતિશ ભારદ્વાજને સૌથી પહેલાં વિદુરનો રોલ ઓફર થયો હતો. મીડિયા સાથેની મુલાકાતમાં નીતિશે કહ્યું હતું કે, હું મેકઅપ રૂમમાં હતો. ત્યારે વિરેન્દ્ર રાઝદાન ત્યાં આવ્યા હતા અને કહ્યું હતું કે, વિદુરનો રોલ હું કરી રહ્યો છું. મેં કહ્યું કે આ કેવી રીતે હોઈ શકે કેમકે મને આ ભૂમિકા માટે બોલાવાયો છે. ત્યારે વિરેન્દ્રએ કહ્યું કે, જુઓ હું કોસ્ચ્યૂમ પહેરીને તૈયાર છું અને શોટ આપવા જઇ રહ્યો છું. આ સાંભળીને મને આશ્ચર્ય થયું હતું.

    આ પણ વાંચો-કેન્સરની સારવાર બાદ છવી મિત્તલે કર્યો પતિ સાથે ડાન્સ, ફેન્સે કહ્યું-'તમારી તબિયત સારી નથી, આરામ કરો'

    વિદુરનો રોલ ન મળતા નિરાશ થયા

    નીતિશ ભારદ્વાજે કહ્યું હતું, રવિ ચોપરાને મળ્યો ત્યારે તેમણે કહ્યું કે, વિદુરને વૃદ્ધ દેખાવું પડશે અને તમે ખૂબ નાના છો, તેથી આ ભૂમિકા તમારા પર સારી નહીં લાગે. આ સાંભળીને મારી આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. હું ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. તેથી બી આર ચોપડાએ પછી મને નકુલ અથવા સહદેવનું પાત્ર ભજવવાનું કહ્યું હતું, પરંતુ મેં ના પાડી દીધી હતી.

    ભગવાન કૃષ્ણના પાત્ર માટે 55 કલાકારોના ઓડિશન લેવાયા હતા

    બી આર ચોપરા શ્રી કૃષ્ણના પાત્ર માટે કલાકારની તલાશમાં હતા. તેમણે લગભગ 55 કલાકારોના ઓડિશન લીધા હતા, પરંતુ તેમને કોઈ માફક આવ્યું નહોતું. આવી સ્થિતિમાં રવિ ચોપરાએ ફરી એકવાર નીતિશને ફોન કરીને કહ્યું હતું કે જો તમારે સારો રોલ જોઇતો હોય તો તમારે સ્ક્રીન ટેસ્ટ આપવો પડશે. આમ તો નીતિશ સ્ક્રીન ટેસ્ટથી ડરતા હતા, પરંતુ ટેસ્ટ આપવાની હિંમત કરી હતી અને શ્રી કૃષ્ણનો રોલ મળી ગયો હતો. આ સિરિયલ પ્રસારિત થઈ ત્યારે નીતીશે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. લોકો તેમને ભગવાન કૃષ્ણ માનવા લાગ્યા હતા.
    First published:

    Tags: Bollywood Birthday, Krishna, Lord krishna, Mahabharat, અભિનેતા

    विज्ञापन