'છૂટાછેડા મૃત્યુ કરતાં પણ વધુ પીડાદાયક', 'મહાભારત'ના 'ક્રૃષ્ણ'એ પત્નીથી અલગ થવા પર જુઓ શું કહ્યું?
'છૂટાછેડા મૃત્યુ કરતાં પણ વધુ પીડાદાયક', 'મહાભારત'ના 'ક્રૃષ્ણ'એ પત્નીથી અલગ થવા પર જુઓ શું કહ્યું?
નીતિશ ભારદ્વાજ અને સ્મિતા ગેટને બે જોડિયા દીકરીઓ છે, જેઓ તેમની માતા સાથે ઈન્દોરમાં રહે છે
90ના દાયકામાં જ્યારે પણ નીતીશ (Nitish Bharadwaj) ને 'મહાભારત' (Mahabharat) માં 'કૃષ્ણ'ના રૂપમાં જોવામાં આવતા હતા, ત્યારે લોકો હાથ જોડીને બેસી જતા હતા. કેલેન્ડરથી લઈને પૂજાના પોસ્ટરો સુધી તેમની તસવીરો હતી
મુંબઈઃ મહાભારત (Mahabharat) માં ભગવાન કૃષ્ણ (Krishna) ની ભૂમિકા ભજવનાર નીતિશ ભારદ્વાજ (Nitish Bharadwaj) ને વર્ષો પછી પણ દર્શકો સારી રીતે યાદ કરે છે. નીતિશ ભારદ્વાજ પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં તો રહ્યા જ, સાથે જ તેમની પર્સનલ લાઈફ પણ હેડલાઈન્સમાં રહી. નીતીશ 2019માં તેમની પત્ની અને IAS ઓફિસર સ્મિતા ગેટ (Smita Gate) થી અલગ થઈ ગયા હતા. 2005 માં લગ્ન થયા અને 14 વર્ષ પછી, નીતિશ અને સ્મિતાએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું અને તેમના લગ્નનો અંત લાવ્યો. હવે, છૂટાછેડાના 2 વર્ષ પછી, નીતિશ ભારદ્વાજે સ્મિતાથી અલગ થવા પર પ્રતિક્રિયા આપી છે.
નીતિશ ભારદ્વાજ અને સ્મિતા ગેટને પણ બે જોડિયા દીકરીઓ છે, જેઓ તેમની માતા સાથે ઈન્દોરમાં રહે છે. સ્મિતા ગેટથી છૂટાછેડા વિશે બીટી સાથે વાત કરતાં નીતિશ કહે છે - 'હા એ સાચું છે, મેં સપ્ટેમ્બર 2019માં મુંબઈની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. અમે શા માટે અલગ થયા, હું તેની પાછળના કારણ વિશે વાત નહીં કરું. મામલો હજુ કોર્ટમાં છે. હું ફક્ત એટલું જ કહી શકું છું કે, ક્યારેક છૂટાછેડા મૃત્યુ કરતાં વધુ પીડાદાયક હોય છે, કારણ કે તમે તૂટેલા હૃદય સાથે જીવો છો.
નીતીશ અને સ્મિતા (Nitish Bharadwaj Smita Gate) બંનેના આ બીજા લગ્ન છે. લગ્નના કોન્સેપ્ટ પર પોતાના મંતવ્યો વ્યક્ત કરતાં નીતિશ આગળ કહે છે - 'મને આ કોન્સેપ્ટમાં પૂરો વિશ્વાસ છે. પરંતુ, આ બાબતમાં હું કમનસીબ રહ્યો છું. સામાન્ય રીતે લગ્ન તૂટવાના ઘણા કારણો હોઈ શકે છે. ક્યારેક તે સમાધાનના વલણને કારણે હોઈ શકે છે તો ક્યારેક લાગણીઓના અભાવને કારણે. ક્યારેક અહંકાર અને માત્ર પોતાના વિશે વિચારવું પણ છૂટાછેડાનું કારણ બની શકે છે.
'પરંતુ જ્યારે કુટુંબ તૂટી જાય છે, ત્યારે બાળકો સૌથી વધુ પીડાય છે. તેથી, માતા-પિતાની જવાબદારી છે કે, તે સુનિશ્ચિત કરે કે તેમના નિર્ણયોથી તેમના બાળકોને ઓછામાં ઓછું નુકસાન થાય. જવાબમાં નીતીશ કહે છે- 'હું તેમને મળી શકું કે વાત કરી શકું કે ન કરી શકું, તે હું મારી પાસે સિમિત રાખવા માગું છું.'
તમને જણાવી દઈએ કે, 90ના દાયકામાં જ્યારે પણ નીતીશને 'મહાભારત'માં 'કૃષ્ણ'ના રૂપમાં જોવામાં આવતા હતા, ત્યારે લોકો હાથ જોડીને બેસી જતા હતા. કેલેન્ડરથી લઈને પૂજાના પોસ્ટરો સુધી તેમની તસવીરો હતી. એક સમયે લોકો તેમને ભગવાન કૃષ્ણ તરીકે સમજવા લાગ્યા હતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર