Home /News /entertainment /નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરઃ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિક લોન્ચ સેરેમનીમાં પહોંચ્યા દિગ્ગજ

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરઃ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિક લોન્ચ સેરેમનીમાં પહોંચ્યા દિગ્ગજ

RILના સીએમડી મુકેશ અંબાણી અને અન્ય દિગ્ગજો કાર્યક્રમમાં પહોંચ્યા હતા

આજે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર એટલે કે એનએમએસીસી (NMACC)નું ભવ્ય ઉદઘાટન થઈ રહ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમની પુત્રી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ના ડિરેક્ટર ઈશા અંબાણી (Isha Ambani) વેન્યૂ પર પહોંચી ગયા છે.

વધુ જુઓ ...
મુંબઈ: આજે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર એટલે કે એનએમએસીસી (NMACC)નું ભવ્ય ઉદઘાટન થઈ રહ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમની પુત્રી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ના ડિરેક્ટર ઈશા અંબાણી (Isha Ambani) વેન્યૂ પર પહોંચી ગયા છે. તેમની સાથે અજય પીરામલ પણ જોવા મળ્યા હતા. અન્ય મોટી હસ્તીઓ પણ અહીં પહોંચવા લાગી છે. મુખ્ય નામોની વાત કરીએ તો તેમાં સ્પાઈડરમેન ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ટોમ હોલેન્ડ, અભિનેત્રી ઝેંડાયા, અનુષ્કા દાંડેકર જોવા મળ્યા હતા.

જો કે મહેમાનોની લાંબી યાદી છે. ફેમસ ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક વીડિયો શેર કર્યા છે. અમે આ તમામ વીડિયો નીચે એમ્બેડ કર્યા છે-

મુકેશ અંબાણી, ઈશા અંબાણી અને અજય પીરામલ સાથે.




આકાશ અંબાણી તેમની પત્ની શ્લોકા અંબાણી સાથે સ્થળ પર પહોંચ્યા હતા.




આ કાર્યક્રમમાં અનંત અંબાણી તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે પહોંચ્યા હતા.




અનુષ્કા દાંડેકર NMACC પહોંચી.




ફિલ્મ સ્પાઈડરમેનમાં સ્પાઈડરમેનની ભૂમિકા ભજવનાર અભિનેતા ટોમ હોલેન્ડ આજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઓપનિંગ સેરેમનીમાં પણ ભાગ લેવા આવ્યા છે.




અમેરિકન અભિનેત્રી ઝેન્ડાયા ટોમ હોલેન્ડ સાથે ખાનગી વિમાનમાં મુંબઈ પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.




આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમનો પરિવાર પણ પહોંચ્યો હતો.




પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ તેની પત્ની હેઝલ કીચ અને સાગરિકા ઘાટસે સાથે NMACC પહોંચ્યા.




આ કાર્યક્રમમાં અભિનેત્રી સોનમ કપૂરે પણ ભાગ લીધો હતો. અભિનેત્રી નીતુ કપૂર (રણબીર કપૂરની માતા) પણ NMACC પહોંચી હતી.
First published:

Tags: Mukesh Ambani, Nita Ambani