Home /News /entertainment /નીતા અંબાણીએ 'રઘુપતિ રાઘવ રાજા રામ' પર કર્યો અદભુત ક્લાસિકલ ડાન્સ, તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો માહોલ

નીતા અંબાણીએ 'રઘુપતિ રાઘવ રાજા રામ' પર કર્યો અદભુત ક્લાસિકલ ડાન્સ, તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો માહોલ

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે 'રઘુપતિ રાઘવ રાજા રામ' ગીત પર સુંદર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. તેમની સાથે અન્ય કલાકારોએ પણ પરફોર્મ કર્યું હતું.

Neeta Ambani Dance: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટન વખતે નીતા અંબાણીએ શાનદાર ક્લાસિકલ ડાન્સ કર્યો હતો. જ્યારે નીતા અંબાણીએ રઘુપતિ રાઘવ રાજા રામ પર ડાન્સ કર્યો, ત્યારે આખું ઓડિટોરિયમ તાળીઓના ગડગડાટથી ગૂંજવા લાગ્યું.

Neeta Ambani Video: 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર'ના ઉદ્ઘાટનમાં નીતા અંબાણીએ અદભૂત ડાન્સ કરીને માહોલને સુંદર બનાવી દીધો હતો. નીતા અંબાણીએ આ કલ્ચરલ સેન્ટરને વિશ્વનું સર્વશ્રેષ્ઠ સાંસ્કૃતિક કેન્દ્રોમાંનું એક ગણાવ્યું હતું. આ દરમિયાન તેણે પોતાના ક્લાસિકલ ડાન્સથી બધાનું દિલ જીતી લીધું હતું. નીતા અંબાણીએ 'રઘુપતિ રાઘવ રાજા રામ' ગીત પર ડાન્સ કર્યો હતો. નીતા આ પહેલા પણ ઘણા પ્રસંગોએ ક્લાસિકલ ડાન્સ કરી ચુકી છે. નીતા અંબાણી ફેમિલી ફંક્શનમાં ચોક્કસપણે ડાન્સ પરફોર્મન્સ કરતા રહે છે. નીતા અંબાણીનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દરેક તેની સ્ટાઈલના જોરદાર વખાણ કરી રહ્યા છે. અહીં વિડિયો જુઓ



નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર એટલે કે NMACCનું ભવ્ય ઉદઘાટન થઈ ગયુ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના CMD મુકેશ અંબાણી અને તેમની પુત્રી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ના ડિરેક્ટર ઈશા અંબાણી (Isha Ambani) સ્થળ પર પહોંચ્યાં ત્યારે તેમની સાથે ઉદ્યોગપતિ અજય પીરામલ પણ જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં અન્ય મોટી હસ્તીઓએ પણ જોવા મળી હતી.






જોકે, મહેમાનોની યાદી લાંબી છે. મુખ્ય નામોની વાત કરીએ તો, તેમાં ફિલ્મમાં સ્પાઈડરમેનની ભૂમિકા ભજવનાર ટોમ હોલેન્ડ, અભિનેત્રી ઝેન્ડાયા, સચિન તેંડુલકર અને તેનો પરિવાર, શાહરુખ ખાન અને તેનો પરિવાર, સલમાન ખાન, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી, અનુષ્કા દાંડેકર, ઉદ્ધવ ઠાકરે પરિવાર, યુવરાજનો સિંહ અને તેમની પત્ની હેઝલ કીચ, રાહુલ વૈદ્ય, દિશા પરમાર, અભિનેત્રી સોનમ કપૂર, નીતુ કપૂર સહિત મોટી હસ્તીઓ સામેલ છે.




આ પણ વાંચો : નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરઃ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિક લોન્ચ સેરેમનીમાં પહોંચ્યા દિગ્ગજ




 

 

 


View this post on Instagram


 

 

 


A post shared by Viral Bhayani (@viralbhayani)











અમેરિકન અભિનેત્રી ઝેન્ડાયા ટોમ હોલેન્ડ સાથે ખાનગી વિમાનમાં મુંબઈ પહોંચી હતી.
First published:

Tags: Nita Ambani

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો