મુંબઇ: આકાશ અંબાણી અને શ્લોકા મેહતાનું વેડિંગ રિસેપ્શન રવિવારે મુંબઇનાં જિયો સેન્ટરમાં યોજાયું હતું. આ રિસેપ્શની થીમ વૃંદાવનમાં રાધા-કૃષ્ણ રાસલીલા હતી. દીકરા આકાશ અંબાણીનાં રિસેપ્શનમાં નીતા અંબાણીએ ભગવાન કૃષ્ણનાં ભજન પર એક સ્પેશિયલ પરફોર્મન્સ આપી હતી.
આકાશ અંબાણીનાં વેડિંગ રિસેપ્શનમાં નીતા અંબાણીએ ભગવાન શ્રીકૃષ્ણનાં ભજન 'અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ' પર નૃત્ય કર્યુ હતું. આ ભજનને શ્રેયા ઘોષાલે ગાયુ હતું. નીતા અંબાણીનાં પરફોર્મન્સ જોઇને પતિ મુકેશ અંબાણી ખુબજ ખુશ થઇ ગયા હતાં તેમણે ઉભા થઇને તાળીઓનાં ગળગળાટથી નિતાજીને વધાવી લીધા હતા.
નીતા અંબાણીની પફોર્મન્સ બાદ મુકેશ અંબાણી તેમને શાબાશી આપવા સ્ટેજ પર આવ્યા હતાં. અન્ય હાજર ગેસ્ટ પણ નીતા અંબાણીનાં પફોર્મન્સને તાળીઓથી વધાવી લીધુ હતું.
આ પહેલાં પણ નીતા અંબાણી દીકરી ઇશા અંબાણીનાં લગ્નમાં અને દીકરા આકાશની સગાઇ પ્રસંગે પણ ડાન્સ પરફોર્મન્સ આપી ચુક્યા છે. તેઓ ટ્રેઇન ક્લાસિકલ ડાન્સર છે અને તેમનો ડાન્સ પ્રત્યેનો શોખ જગજાહેર છે.