Home /News /entertainment /Khatron Ke Khiladi 12 : ખતરો કે ખિલાડીમાં થઇ બિગ બોસ 15ના આ ખિલાડીની એન્ટ્રી કન્ફર્મ

Khatron Ke Khiladi 12 : ખતરો કે ખિલાડીમાં થઇ બિગ બોસ 15ના આ ખિલાડીની એન્ટ્રી કન્ફર્મ

ખતરો કે ખેલાડી 12માં નજર આવશે રોહિત શેટ્ટી

khatron ke khiladi 12 : 'ખતરોં કે ખિલાડી 12'ને નિર્માતાઓ આ વખતે દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં આયોજિત કરવા જઈ રહ્યા છે. જ્યાં આ ગેમ શોમાં ભાગ લેવા માટે ઘણા મજબૂત સ્પર્ધકો આવવાના છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:  કેટલાક વર્ષોથી લોકોને રિયાલિટી શો જોવાનો ચસ્કો લાગ્યો છે. જેમાં બિગ બોસ અને ખતરોં કે ખેલાડી વ્યૂઅર્સની પહેલી પસંદ છે. થોડા દિવસો પહેલા નવા રિયાલિટી શો લોક અપનો પણ ફિનાલે યોજાયો હતો. ત્યારે કલર્સ ટીવી પર પ્રસારિત થતો એડવેન્ચર્સ ટીવી રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 12 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. બોલિવૂડ ફિલ્મ મેકર રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરવામાં આવતો આ શો 'ખતરોં કે ખિલાડી 12'ને નિર્માતાઓ આ વખતે દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં આયોજિત કરવા જઈ રહ્યા છે. જ્યાં આ ગેમ શોમાં ભાગ લેવા માટે ઘણા મજબૂત સ્પર્ધકો આવવાના છે. અહેવાલો અનુસાર, આ વખતે શિવાંગી જોશી, મુનવ્વર ફારૂકી, પવિત્રા પુનિયા, રૂબીના દિલૈક, પ્રતિક સહજપાલ, સૃતિ ઝા જેવા મજબૂત ટીવી સ્ટાર્સ આ શોમાં જોવા મળશે. ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે, શોના આગામી કન્ફર્મ કન્ટેસ્ટન્ટનું નામ સામે આવ્યું છે.

નિશાંત ભટ્ટ છે ખતરોં કે ખિલાડી 12ના કન્ફર્મ કન્ટેસ્ટન્ટ

તમને જણાવી દઈએ કે, ખતરોં કે ખિલાડી 12માં નિશાંત ભટ્ટની એન્ટ્રી કન્ફર્મ થઈ ગઈ છે. નિશાંત ભટ્ટે આ ન્યુઝને કન્ફર્મ કર્યા છે. જેઓ બિગ બોસ 15નો ભાગ રહી ચુક્યા છે અને ટોપ 5માં પહોંચ્યા હતા. હવે નિશાંત ભટ્ટ ખતરોં કે ખિલાડી 12માં ભાગ લેનાર આગામી સ્પર્ધક બની ગયો છે.




આ અંગે વાત કરતાં નિશાંત ભટ્ટે કહ્યું, 'જ્યારે પણ હું કોઈપણ કમ્પિટિશનમાં ભાગ લેતો હોઉં છું, ત્યારે હું હંમેશા મજબૂત કમ્પિટિશન આપવા ઈચ્છું છું. તેમજ હું ક્યારેય હાર ન માનવાની નીતિને અનુસરું છું. બિગ બોસ 15 પછી મને લાગે છે કે ખતરોં કે ખિલાડી મારા માટે આગળનું મોટું પગલું છે અને આ વખતે મેં મારી જાતને યુદ્ધના મેદાનમાં વધુ લાંબો સમય ટકી રહેવા માટે તૈયાર કરી છે.

આ પણ વાંચો- TV: નાગની ફ્રેન્ચ કિસ હોય કે, ગોપી વહુએ લેપટોપ ધોયુ હોય, 10 સિન્સ જેનાં પર પેટ પકડીને હસ્યા દર્શકો

સ્ટંટ અને મારા 3-5 સાથે મારા ડરને મનોરંજનમાં બદલવાનો પ્રયાસ કરીશ. આ સાથે હું મારા ડરમાંથી બહાર આવવા માટે મારું શ્રેષ્ઠ આપીશ. હું રોહિત સરના માર્ગદર્શન હેઠળ આ નવા ક્ષેત્રમાં મારી જાતને હજી વધુ શોધવાનો પ્રયત્ન કરીશ. તમને જણાવી દઈએ કે આ શો ટૂંક સમયમાં કલર્સ ટીવી પર પ્રસારિત થવા જઈ રહ્યો છે. જેને મેકર્સ પહેલા કરતા વધુ રસપ્રદ બનાવવાનો પ્રયાસ કરશે.
First published:

Tags: Bigg Boss 15, Khatron Ke Khiladi 12, Nishant Bhat, Rohit Shetty, Tv show

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો