Home /News /entertainment /

Bigg Boss OTTમાં જોવા મળશે NISHA RAWAL, કરન મેહરાથી અલગ થયા બાદ શેર કરી પોસ્ટ

Bigg Boss OTTમાં જોવા મળશે NISHA RAWAL, કરન મેહરાથી અલગ થયા બાદ શેર કરી પોસ્ટ

PHOTO: @missnisharawal/Instagarm

કરણ જોહર (Karan Johar)ના નવા શો બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT)માં નિશા રાવલ (Nisha Rawal) દેખાશે કે નહીં તેને લઇને હજુ સુધીમાં કોઇ પણ ઓફિશિયલ જાહેરાત થઇ નથી

બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT)માં કોણ કોણ પ્રતિયોગી તરીકે ભાગ લેવાનું છે તેની ચર્ચાઓ ચોતરફ ચાલી રહી છે. નેહા ભસીન સિવાય અત્યાર સુધીમાં કોઇ પણ સ્પર્ધકનું નામ સામે આવ્યું નથી. શો કરણ જોહર (Karan Johar) હોસ્ટ કરશે. છેલ્લા થોડા દિવસોથી ટેલીવિઝન એક્ટર કરણ મેહરા (Karan Mehra) પર ઘરેલૂં હિંસાનો આરોપ લગાવ્યા બાદ ચર્ચામાં આવનાર તેમની પત્ની નિશા રાવલ (Nisha Rawal)ને લઇને ચર્ચાઓ છે કે તે બિગ બોસ OTTમાં દેખાઇ શકે છે. આ સાથે જ નિશા રાવલે હાલમાં જ સોશ્યલ મીડિયામાં એક પાવરફુલ પોસ્ટ શેર કરી હતી, જેની ખૂબ ચર્ચાઓ થઇ રહી છે.

આ પણ વાંચો-Raj Kundra Case: વધુ એક પીડિતા આવી સામે, તેની સંમતિ વગર પ્રાઇવેટ પાર્ટ્સ બતાવવામાં આવ્યા

કરણ જોહર (Karan Johar)ના નવા શો બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT)માં નિશા રાવલ (Nisha Rawal) દેખાશે કે નહીં તેને લઇને હજુ સુધીમાં કોઇ પણ ઓફિશિયલ જાહેરાત થઇ નથી, પરંતુ સ્પોટબોયના એક અહેવાલ અનુસાર, શો મેકર્સ અને નિશા રાવલ વચ્ચે વાતચીત ચાલું છે. જોકે નિશા શો માટે હા પાડી છે કે નહીં, તે તો આવનારા દિવસોમાં ખબર પડશે.

આ પણ વાંચો- TARAK MEHTA: બાઘાએ રૂ. 61 હજારની હુડી પહેરી તો સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ ગઇ

આ પણ વાંચો-  મનન દેસાઇ જીતી ગયો ટ્રેડમાર્કનો કેસ, 'કોમેડી ફેક્ટરી' નામનો ઉપયોગ નહીં કરી શકે ચેનલ બોમ્બે હાઇકોર્ટનું સૂચન


આ સાથે જ તેમની એક પોસ્ટની હાલ ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. નિશાએ એક ગ્લેમરસ ફોટો સાથે એક પાવરફુલ કેપ્શન આપી પોસ્ટ શેર કરી છે. નિશાએ લખ્યું છે કે, "તે ચેનને તોડીને તે દરવાજાની બહાર આવી ગઈ છું, જેણે મારી ચામડીની સાથે મારા હાડકાઓને પણ જકડી રાખ્યા હતા. મે જૂની નિશાને પાછળ નથી છોડી, બસ તેને મારા નવા ખભા પર રાખી છે, જેની તાકત વિશે મને જાણ ન હતી.

PHOTO: @missnisharawal/Instagarm


મારા મગજ, શરીર અને આત્માને મારો સાથ ન છોડવા માટે ધન્યવાદ કહેવા ઇચ્છું છું. હું મારી પોતાની સૌથી સાચી સહેલી છું. પોતાના પર હવે ભરોસો છે. નિશા રાવલ ડાયરી."

આ પણ વાંચો- YO YO Honey Singh: પત્નિનો આરોપ- નશાની હાલતમાં રૂમમાં ઘૂસી આવ્યા હતા સસરા, છાતી પર હાથ ફેરવ્યો હતો

આ પણ વાંચો-TARAK MEHTA: બબતીજીથી સુંદરવીરા સુધી.. શોમાં હોવા છતાય કેમ નથી જોવા મળી રહ્યાં આ પાત્રો?


આપને જણાવી દઇએ કે થોડા સમય પહેલા જ નિશાએ પતિ અને યે રિશ્તા ક્યા કહેલાતા હે સિરિયલના અભિનેતા કરણ મેહરા સામે ઘરેલું હિંસાનો કેસ દાખલ કરાવ્યો હતો. ત્યાર બાદ નિશાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કરણ ઘણી વાર તેના પર હાથ ઉઠાવી ચૂક્યો છે. ત્યાર બાદથી કપલ ખૂબ વિવાદોમાં રહ્યું છે.
Published by:Margi Pandya
First published:

Tags: Bigg Boss, Bigg Boss OTT, Entertainment, Entertainment news, Karan Mehra, Nisha Diary, Nisha Raval

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन