Karan Mehraની વધી મુશ્કેલીઓ, Nisha Rawalએ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવ્યો કેસ

નિશા રાવલ અને કરન મેહરા

નિશા રાવલ (Nisha Rawal)એ કરન મેહરાનાં પરિવારનાં સભ્યો અજય મેહરા, બેલા મેહરા અને કુણાલ મેહરા પર મારઝૂડનો આરોપ લાગવ્યો છે. એટલું જ નહીં કરણે તેનાં બેંક ખાતામાંથી એક કરોડ રૂપિયાથી વધુ રકમ કાઢવાનો આરોપ છે.

  • Share this:
    (પારસ દામા) મુંબઇ: ટીવી એક્ટ્રેસ નિશા રાવલ (Nisha Rawal) અને કરન મેહરા  (Karan Mehra) ટીવી ઇન્ડસ્ટ્રીનાં સૌથી પસંદીદા કપલ્સમાંથી એક છે. બંને ઘણી વખત સોશિયલ મીડિયા પર તેની સુંદર તસવીરો અને વીડિયો દ્વારા ફેન્સની સાથે જોડાયેલો રહે છે. બંનેની જોડી પણ ખુબજ પસંદ કરવામાં આવે છે. પણ કેટલાંક દિવસો પહેલાં જ નિશાએ તેનાં પતિ કરન (Nisha Rawal-Karan Mehra) વિરુદ્ધ FIR દાખલ કરાવી. સૌ કઇને ચોકાવી દીધા હતાં. આ મામલે કરન મેહરા ફરી એક વખત મુશ્કેલીમાં આવી ગયો છે. નિશા રાવલે કરન વિરુદ્ધ ગૌરેગાંવ પોલીસ સ્ટેશમાં કેસ દાખલ કરાવ્યો છે.

    આ પણ વાંચો- KARISHMA KAPOORનો ખુલાસો- પતિએ હનીમૂન પર મિત્ર સાથે સુવા કરી હતી મજબૂર

    નિશાએ કરન મેહરા વિરુદ્ધ આ કેસ ગઇકાલે દાખલ કરવામાં આવ્યો હતો. આ પહેલાં 31 મેનાં નિશા રાવલે કરન વિરુદ્ધ આરોપ લગાવ્યો હતો. અને તેનાં માથા પર ઇજા પણ થઇ હતી. જે માટે તેણે કરણને જવાબદાર ઠેરવ્યો હતો. જે બાદ સૌ કોઇ ચૌકી ગયા હતાં. આ પહેલાં આ જોડી તરફથી લવી-ડવી તસવીરો પોસ્ટ શેર કરતા અને પબ્લિક ઇવેન્ટ્સમાં એકબીજાનાં હાથમાં હાથ નાંખતા કપલ વચ્ચે આ હદે સંબંધ વણસી જશે કદાચ જ કોઇએ વિચાર્યું હશે.

    આ પણ વાંચો- SONU SOOD આગમાં બળી ગયેલાં બાળકની મદદે આવ્યો, બોલ્યો- 'જલ્દી ઠીક કરી દઇશુ'

    આ વચ્ચે કરન મેહરાની પત્ની અને એક્ટ્રેસ નિશાએ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં આ મામલે કેસ દાખલ કર્યો છે. અને આરોપ લગાવ્યો છે કે, કરણે તેની ઇચ્છા વિરુદ્ધ અત્યાચાર કર્યો છે. નિશાએ કરનનાં પરિવારનાં સભ્ય અજય મેહરા, બેલા મેહરા, અને કુણાલ મેહરા પર મારઝૂડ અને જાણીજોઇને પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, કરન પર તેનાં બેંક ખાતામાંથી એક કરોડ રૂપિયાથી વધુ રકમ કાઢવાનો આરોપ પણ એક્ટ્રેસે લગાવ્યો છે.
    Published by:Margi Pandya
    First published: