વૅટનર અભિનેત્રી નિમ્મીનું નિધન, ફિલ્મ ‘બરસાત’થી કરી હતી કારકિર્દીની શરૂઆત

News18 Gujarati
Updated: March 26, 2020, 7:25 AM IST
વૅટનર અભિનેત્રી નિમ્મીનું નિધન, ફિલ્મ ‘બરસાત’થી કરી હતી કારકિર્દીની શરૂઆત
વૅટનર અભિનેત્રી નિમ્મીનું 50 અને 60ના દશકમાં સ્ટારડમ હતું, તેઓએ બરસતા ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું

વૅટનર અભિનેત્રી નિમ્મીનું 50 અને 60ના દશકમાં સ્ટારડમ હતું, તેઓએ બરસતા ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું

  • Share this:
મુંબઈઃ વૅટનર અભિનેત્રી (Veteran Actress) નિમ્મી (Nimmi) નું નિધન થયું છે. નિમ્મીએ સાંતાક્રૂઝની એક પ્રાઇવેટ હૉસ્પિટલ (Private Hospital)માં અંતિમ શ્વાસ લીધા. નિમ્મી 87 વર્ષનાં હતા અને વધતી ઉંમરના કારણે અનેક બીમારીઓની પીડિત હતાં. તેઓ અનેક મહિનાઓથી વ્હીલચેર (Wheelchair) પર જ જિંદગી પસાર કરી રહ્યા હતાં.

નિમ્મીના અંતિમ સંસ્કાર (Last Rites)  આજે કરવામાં આવશે. 50ના દશકમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનારાં નિમ્મીની કારકિર્દીની પહેલી ફિલ્મ ‘બરસાત’ (Barsaat) હતી.

નિમ્મીને રાજ કપૂરની શોધ કહેવામાં આવતાં હતાં

વૅટનર અભિનેત્રી નિમ્મીનું 50 અને 60ના દશકમાં સ્ટારડમ હતું. તેઓએ બરસતા ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. તેઓએ અમર, દાગ, બસંત બહાર, મેરે મહેબબૂ, દીદાર અને કુંદન જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

નોંધનીય છે કે, નિમ્મીને રાજ કપૂર (Raj Kapoor)ની શોધ પણ કહેવામાં આવતાં હતાં. તેમનું અસલી નામ નવાબ બાનો હતું. નિમ્મીએ એસ. એલી રાજા સાથે લગ્ન કર્યા હતા, જેમનું 2007માં નિધન થયું હતું. નિમ્મીએ પોતાની બહેનના દીકરાને દત્તક (Adopt) લીધો હતો.

આ પણ વાંચો, Inside Story: તો આ કારણે ભારતમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરાયુંરાજ કપૂર પોતાની ફિલ્મમાં લેવા મક્કમ રહ્યા

ઉડન ખટોલા, આન, ભાઈ-ભાઈ, મેરે મહેબૂબ અને પૂજા કે ફૂલ જેવી ફિલ્મોમાં નિભાવવામાં આવેલા તેમના પાત્રોને કારણે નિમ્મીને યાદ કરવામાં આવે છે.

કહેવાય છે કે, પોતાની કારકિર્દીની શરૂઆતમાં નિમ્મીનું સ્ટારડમ અને ડિમાન્ડ ખૂબ સારી હતી. કહેવાય છે કે, રાજ કપૂર તેમને પોતાની એક ફિલ્મમાં લેવા માટે મક્કમ રહ્યા હતા. નિમ્મીએ રાજ કપૂર, અશોક કુમાર અને ધર્મેન્દ્ર જેવી અનેક મોટા અભિનેતાઓ સાથે કામ કર્યું.

જોકે, બાદના સમયમાં નિમ્મીએ પોતાની કારકિર્દીને લઈ અસંતુષ્ટિ વ્યક્ત કરી હતી. 1993માં તેઓએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમને સારા રોલ ઓફર ન થયા. ઇન્ટરવ્યૂમાં તેઓએ એમ પણ કહ્યું હતું કે, આજ પણ મારી અંદર એ સપનું બાકી છે.

આ પણ વાંચો, લૉકડાઉનના કારણે ATM સુધી નથી જઈ શકતા તો ઘરે બેઠા આવી રીતે મંગાવી શકો છો રૂપિયા!
First published: March 26, 2020, 7:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading