નિક્કી તંબોલીને સતાવી રહી છે ભાઇની યાદ, આકાશની તસવીર શેર કરી બોલી- 'તને જોઇ નથી શકતી'

(Photo- @nikki_tamboli/Instagram)

નિક્કી તંબોલી (Nikki Tamboli) તેનાં ભાઇને ગુમાવ્યાં બાદ તૂટી ગઇ છે. 'ખતરો કે ખિલાડી 11' માટે કેપટાઉન જતા સમયે આકાશની તસવીર શેર કરતા તેમનાં ભાઇ જતિન તંબોલીને યાદ કર્યાં છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ 14 (Bigg Boss 14) થી ઘર ઘરમાં ઓળખાતી એક્ટ્રેસ નિક્કી તસંબોલી ( Nikki Tamboli)નાં ભાઇનું કોરોનાથી મોત થઇ ગયુ છે. 29 વર્ષિય ભાઇ જતિન તંબોલીને ગુમાવ્યાનું દુખ તેને ખુબજ સતાવી રહ્યું છે. ભાઇનાં નિધન બાદથી નિક્કી સોશિયલ મીડિયા પર તેનાં ભાઇને યાદ કરી ઇમોશનલ નોટ શેર કરી છે. નિક્કીનાં ભાઇ જતિન ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓની સાથે કોરોનાથી સંક્રમિત હતો. હાલમાં સ્ટંટ બેઝ રિયાલિટી શો 'ખતરો કે ખેલાડી 11' માટે કેપટાઉન માટે રવાના થઇ ગઇ છે. આ દરમિયાન તેણે ફરીથી પોતાનાં ભાઇને યાદ કરતાં ઇમોશનલ નોટ શેર કરી છે.

  નિક્કી તંબલી (Nikki Tamboli) તેનાં ભાઇ ગુમાવ્યા બાદ ખુબજ તૂટી ગઇ છે. ભાઇનાં નિધન બાદથી કયાસ લગાવવામાં આવી રહ્યો હતો. કદાચ તે છે 'ખતરો કે ખેલાડી 11'માં શામેલ નહીં થાય. પણ ઇન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ નોટ શેર કરી તે પાછળનું કારણ પણ જણાવ્યું. હવે જ્યારે બધાજ સ્પર્ધકો કેપટાઉન માટે રવાના થયા તો તેણે આકાશની તસવીર શેર કરી અને તે ઇમોશનલ થઇ ગઇ છે.

  ફ્લાઇટમાંથી નિક્કીએ તેનાં ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર વાદળોવાળા આકાશની એક તસવીર મુકી છે અને લખ્યું છે, 'આપને જોઇ નથી શકતી'.. આ સાથે તેણે રડતી ઇમોજી પણ શેર કરી છે.

  એક્ટ્રેસે આ પહેાલં જણાવ્યું હતું કે, 'તેનો ભાઇ ઇચ્છતો હતો કે તે ખતરો કે ખેલાડી 11માં ભાગ લે. તેણે આ પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, 'હું મારી લાઇફનાં તે પડાવ પર છું જ્યાં એક તરફ મારો પરિવાર છે જે ખુબજ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે બીજી તરફ મારું વર્ક કમિટમેન્ટ છે. જો આ બંનેમાંતી એક પર પસંદગી કરવામાં આવે તો સો ટકા મારો પરિવાર જ પહેલાં આવે.'

  (Photo- @nikki_tamboli/Instagram)


  નિક્કીએ નોટમાં તેનાં ભાઇ જતિન અંગે લખ્યું છે, 'જ્યારે મે હોસ્પિટલમાં ખતરો કે ખેલાડી સિઝન 11માં ભાગ લેવા અંગે તેને જણાવ્યું હતું ત્યારે તે ખુબજ ઉત્સાહિત હતો. હું વર્ક કમિટમેન્ટ માટે ખતરો કે ખેલાડીમાં ભાગ લઇશ. આ હું મારા ભાઇ માટે કરીશ કારણ કે તે મને હવે વધુ નિકટથી જોશે.'
  Published by:Margi Pandya
  First published: