નિક્કી તંબોલીનાં 29 વર્ષિય ભાઇનું કોરોનાથી નિધન, એક્ટ્રેસે લખી ભાવૂક પોસ્ટ

નિક્કી તંબોલીનાં 29 વર્ષિય ભાઇનું કોરોનાથી નિધન, એક્ટ્રેસે લખી ભાવૂક પોસ્ટ
(Photo- @nikki_tamboli/Instagram)

બિગ બોસ 14 (Bigg Boss 14) માં નજર આવેલી એક્ટ્રેસ નિક્કી તંબોલી (Nikki Tamboli)નાં ભાઇ જતિન તંબોલીનું કોરોનાથી નિધન થઇ ગયુ છે. તે ગત 20 દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતો. નિક્કીએ હાલમાં જ તેનાં ભાઇનાં સ્વસ્થ થવા માટે ઘરમાં પૂજા કરાવી હતી.

 • Share this:
  એન્ટરેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ 14 (Bigg Boss 14) માં નજર આવેલી એક્ટ્રેસ નિક્કી તંબોલી (Nikki Tamboli)નાં ભાઇ જતિન તંબોલીનું કોરોનાથી નિધન થઇ ગયુ છે. તે માત્ર 29 વર્ષનો હતો. અને તે ગત 20 દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતો. નિક્કીએ હાલમાં જ તેનાં ભાઇનાં સ્વસ્થ થવા માટે ઘરમાં પૂજા કરાવી હતી.નિક્કીએ તેનાં ભાઇનાં નિધન (Nikki Tamboli Brother dies)નાં સમાચાર આપતાં એક ભાવૂક પોસ્ટ શેર કરી છે. નિક્કીનાં ભાઇને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. તેણે બાઇને ગુમાવ્યા બાદ લખ્યું કે, 'અમારાં પરિવારની ચેઇન તૂટી ગઇ. '

  નિક્કીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, 'અમને નહોતી ખબર કે, આ સવારે ઇશ્વર તને અમારાથી છીનવી લેશે.. જીવતા અમે તને ખુબ પ્રેમ કર્યો અને હવે તારા ગયા બાદ પણ અમે એમ જ કરીશું. તને ગુમાવીને અમે તુટી ગયા છીએ. તુ એકલો નથી ગયો. અમારા સૌનો એક એક હિસ્સો પણ તુ લઇ ગયો છું. હવે જ્યારે તું ઇશ્વરની પાસે છે તો તારી પ્રેમાળ યાદો અમારી પાસે છે. અને તારો પ્રેમ અમારા માટે માર્ગદર્શક છે. અમે તને નથી જોઇ શકતા પણ હું જાણું છુ કે તુ હમેશાં અમારી સાથે છે. અમારા પરિવારની ચેઇન તુટી ગઇ છે. હવે કંઇજ પહેલાં જેવું નથી. પણ ઇશ્વર અમને એક એક કરીને તેમની પાસે બોલાવશે અને અમારી ફેમિલી ચેન ફરી જોડાઇ જશે.'  નિક્કીએ તેની પોસ્ટમાં વધુ લખ્યું છે કે, હું ઇશ્વરની આભારી છુ કે તેણે મને તારા જેવો ભાઇ આપ્યો. નિક્કીએ ઇન્સ્ટાગ્રામ પર તેનાં 29 વર્ષિય ભાઇનાં સ્વાસ્થ્ય અને તેની સમસ્યાઓ અંગે વાત કરતાં લખ્યું કે, '20 દિવસ પહેલાં મારો ભાઇ હોસ્પિટલમાં દાખલ થયો હતો.તેનું એક ફેફસુ ખરાબ થઇ ગયું હતું તે એક જ ફેફસાથી જીવીત હતો. તેને ટ્યબરક્લોસિસ (ટીબી) અને કોવિડ થયો હતો. અને નિમોનિયા પણ હતો. નિક્કીએ હાલમાં જ તેનાં ભાઇનાં સ્વસ્થ્ય માટે ઘરમાં પૂજા રખાવી હતી.'
  Published by:Margi Pandya
  First published:May 04, 2021, 16:53 pm

  ટૉપ ન્યૂઝ