MeToo: હવે આવ્યું નવાઝુદ્દીનનુ નામ સામે, Ex GFએ લગાવ્યો આરોપ

નવાઝુદ્દિન સિદ્દિકી, ફાઇલ ફોટો

નિહારિકાએ તેનાં કથિત એક્સ બોયફ્રેન્ડ નવાઝુદ્દીન સિદ્દીકી, નિર્માતા ભૂષણ કુમાર અને સાજિદ ખાન પર આ ગંભીર આરોપ લગાવ્યો છે.

  • Share this:
    મુંબઇ: બોલિવૂડમાં કામ આપવા અને સંબંધોનાં નામે છેડતી કે યોન શોષણનો વધુ એક કિસ્સો સામ આવ્યો છે. હવે એકટ્રેસ નિહારિકા સિંહે તેની Mee Too સ્ટોરી શેર કરી છે.

    નિહારિકાએ તેનાં કથિત એક્સ બોયફ્રેન્ડ નવાઝુદ્દીન સિદ્દીકી, નિર્માતા ભૂષણ કુમાર અને સાજિદ ખાન પર આ ગંભીર આરોપ લગાવ્યો છે.

    જર્નાલિસ્ટ સંધ્યા મેનને એક બાદ એક ઘણી ટ્વિટ કરી જેમાં તેમણે નિહારિકાની MeToo સ્ટોરી શેર કરી છે. નિહારિકાએ તેનાં મોડલ બન્યાનો એક્સપીરિયન્સ અને એક્ટ્રેસ તરીકે સ્થાપિત થવા માટેનો સંઘર્ષ શેર કર્યો હતો.



    નિહારિકા વર્ષ 2005માં મિસ ઇન્ડિયાનું ખિતાબ જીતી હતી. નિહારિકાએ કહ્યું કે, કેવી રીતે તેને પહેલી ફિલ્મ ઓફર થઇ હતી

    તેણે લખ્યુ છે કે, 'ભૂષણ કુમારે મને તેની ઓફિસે બોલાવી અને મને 'અ ન્યૂ લવ સ્ટોરી' માટે સાઇન કરી હતી' તેમણે કવર આપ્યું જેમાં બે પાંચ પાચ સોની નોટ હતી. બાદમાં રાત્રે તેમણે મને મેસેજ કર્યો કે, હું તારા વશે વધુ જાણવા ઇચ્છુ છુ સાથે કેટલોક સમય વિતાવીયે.. '

    જવાબમાં નિહારિકાએ લખ્યુ, 'જરૂર ડબલ ડેટ પર જઇએ. આપ આપની પત્નીને લઇને આવો અને હું મારા બોયફ્રેન્ડ ને.' તે બાદ ભૂષણ કૂમારનો કોઇ જ રિપ્લાય આવ્યો નહીં.

    નિહારિકાએ તેનાં કથિત એક્સ બોયફ્રેન્ડ નવાઝુદ્દીન સિદ્દીકી પર પણ આરોપ લગાવ્યો હતો જેમાં તેણે કહ્યું કે, 'મિસ લવલી'નાં સેટ પર નવાઝને મળી હતી. 'એક સવારે જ્યારે હું ઘરે પરત આવી તો નવાઝ રાતઆખી જાગીને શૂટિંગ કરીને પરત ફર્યો હતો. તે મારા ઘરની આસપાસ હતો. મે તેમને બ્રેફાસ્ટ માટે ઘે બોલાવ્યા તો તેમણે મને ગેટ પર જ જકડી લીધી હતી. મે તેમનાંથી દૂર થવાનો પ્રયાસ કર્યો પણ તેમણે મને દૂર ન થવા લીધી. થોડી મહેનત બાદ હું દૂર થઇ. હું તે સંબંધ અંગે ક્યારેય કંઇ નિર્ણય લઇ શકી ન હતી. તેણે મને કહ્યું હતું કે, તેમનું સપનું છે કે તેને મિસઇન્ડિયા કે એક્ટ્રેસ વાઇફ બને. પરેશ રાવલ અને મનોજ બાજપેયીની જેમ'

    નિહારિકા જણાવે છે કે નવાઝ જુઠ્ઠુ બોલે છે તો તેણે તેનો સંબંધ કેમ પતાવ્યો. તેની સામે એકબાદ એક જુઠ્ઠુ સામે આવી રહ્યુ હતું. નિહારિકા 2005માં મિસ ઇન્ડિયા હતી. તેણે સાજિદ ખાન પર પણ તેની એક્ટ્રેસ સાથે દુર્વ્યવહાર કર્યાનો આરોપ લગાવ્યો છે.
    Published by:Margi Pandya
    First published: