Home /News /entertainment /Taarak Mehta..ની જુની સોનૂએ ખાસ અંદાજમાં કર્યું 2021નું સ્વાગત, જુઓ VIDEO
Taarak Mehta..ની જુની સોનૂએ ખાસ અંદાજમાં કર્યું 2021નું સ્વાગત, જુઓ VIDEO
નિધિ ભાનુશાલી, એક્ટ્રેસ
Taarak Mehta Ka Ooltah Chashmahની જુની સોનૂ એટલે કે નિધિ ભાનુશાલી સોશિયલ મીડિયા પર પણ ભારે ફેમસ છે અને તે ખુબ એક્ટિવ પણ રહે છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા 12 વર્ષથી લોકોનાં દિલો પર રાજ કરે છે. ત્યારે શોના દરેક પાત્રો અલગ અલગ રીતે ફેમસ છે અને તેમનું ફેન ફોલોઈંગ પણ તગડું છે. ત્યારે હાલમાં શોની જુની સોનૂ હાલમાં તેની તસવીરો અને વીડિયોથી સોશિયલ મીડિયા પર ઘણી જ વાયરલ થતી રહેતી હોય છે. તેણે હાલમાં પણ એક વીડિયો શેર કર્યો છે આ વીડિયોમાં તે સ્વિમિંગ કરતી નજર આવે છે.
હાલમાં આ શોમાં સોનૂ (Sonu)નો રોલ પલક સિધવાણી નિભાવી રહી છે. પરંતુ આ પહેલા નિધિ ભાનુશાલી (Nidhi Bhanushali) આ રોલ કરતી હતી. નિધિ સોશિયલ મીડિયા પર પણ ભારે ફેમસ છે અને તે ખુબ એક્ટિવ પણ રહે છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે અને હાલમાં સોનૂએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેનો બોલ્ડ અંદાજ જોઈને ફેન્સ ચોંકી ગયા છે.
ખરેખર એવું બન્યું કે હાલમાં નિધિએ તેનાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તેણે નવાં વર્ષે જ ફેન્સ વચ્ચે શેર કર્યો છે. આ વીડિયો નિધિ તેના ક્રિસમસ વેકેશન દરમિયાન લીધા હતા અને આ વીડિયોમાં તેનો બોલ્ડ અવતાર નજર આવી રહ્યો છે. આ વીડિયોમાં નિધિની સાથે તેનો ડોગી પણ નજર આવે છે.
વીડિયો શેર કરીને નિધિએ સરસ કેપ્શન પણ આપ્યું છે- બીજો દિવસ-2021 @penchokutti ના પાણીમાં તરવાનો પહેલો મોકો. નિધિએ શેર કરેલો આ વીડિયો ઈન્ટરનેટ પર જોત જોતામાં વાયરલ થઈ રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર