Home /News /entertainment /TMKOC ફેમ નિધિ ભાનુશાલીએ સર્ફિંગ દરમ્યાન કર્યો સેક્સી હેરફ્લિપ, જુઓ Nidhi Bhanushali ના સર્ફિંગ શોટ્સ
TMKOC ફેમ નિધિ ભાનુશાલીએ સર્ફિંગ દરમ્યાન કર્યો સેક્સી હેરફ્લિપ, જુઓ Nidhi Bhanushali ના સર્ફિંગ શોટ્સ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, નિધિ ભાનુશાલી
TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ooltah Chashmah) ફેમ નિધિ ભાનુશાલી (Nidhi Bhanushali) ઘણીવાર તેના ફેન્સ સાથે તેની ટ્રિપ્સમાંથી રસપ્રદ શોટ્સ અને ફોટોઝ શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેના ફેન્સ તેનો એડવેન્ચરસ અવતાર જોઈને ખૂબ જ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે
TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ooltah Chashmah) ફેમ નિધિ ભાનુશાલી (Nidhi Bhanushali) તેની એક્ટિંગ સ્કિલ્સને કારણે તે દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. તાજેતરમાં જ તેના ફેન્સ તેનો એડવેન્ચરસ અવતાર જોઈને ખૂબ જ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) પર તેની કેટલીક તસ્વીરો શેર કરી છે. જણાવી દઈએ કે આ તસ્વીરો તેના રિસેન્ટ હોલીડેઝની છે. ફેન્સ તેની આ તસ્વીરોને ખૂબ પસંદ કરી રહ્યાં છે અને તેના પર પ્રેમ વરસાવી રહ્યાં છે.
આ વેકેશન દરમ્યાન નિધિએ સર્ફિંગની પણ મજા માણી હતી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સર્ફિંગના ત્રણ બ્રિધટેકિંગ શોટ્સ શેર પણ કર્યા. પ્રથમ ફોટોમાં તે સ્માઈલ કરતી દેખાઈ રહી છે. જ્યારે બીજામાં તે સ્વિમિંગ કરી રહી છે અને ત્રીજા ફોટોમાં તે ડ્રામેટિકલી પોતાના હેર ફ્લિપ કરતી દેખાઈ રહી છે. ફોટા શેર કરતાં નિધિએ કેપ્શનમાં લખ્યું છે કે, બીજા દિવસે પાણીમાં કેટલોક સમય વિતાવ્યો અને મર્મેડ શોટ્સ ક્લિક કર્યા@_ninosaur. આ દિવસોમાં શૂટ કરવા માટે સમય કાઢવો થોડો મુશ્કેલ બની ગયો છે, પરંતુ પેશન એ જ છે."
એક ઉત્સુક સોશિયલ મીડિયા યુઝર અને ટ્રાવેલ જંકી નિધિ ભાનુશાલી ઘણીવાર તેના ફેન્સ સાથે તેની ટ્રિપ્સમાંથી રસપ્રદ શોટ્સ અને ફોટોઝ શેર કરતી રહે છે. થોડા દિવસો પહેલા નિધિએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક વિડીયો શેર કર્યો હતો અને તેને કેપ્શન આપ્યું હતું, “અગર જન્નત હૈ ઝમી પે કહીં, યહીં હૈ. #Kashmir #DiaryOfTheGadaboutPilgrims." ચાહકોએ પોસ્ટ પર હાર્ટ ઇમોટિકન્સ મૂક્યા. એક ચાહકે કોમેન્ટ કરી, વાહ તે ખૂબ જ એન્ચેન્ટિંગ છે. બીજા યૂઝરે કોમેન્ટ કરી હતી કે, સોનુ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. ત્રીજા યૂઝર કોમેન્ટ કરી કે, તમે ખૂબ જ સુંદર દેખાઓ છો. એક ફેને લખ્યું, લિવિંગ લાઈફ ફુલ સાઈઝ.
2008માં શરૂ થયેલા શો વિશે વાત કરીએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ એપિસોડની ગણતરી દ્વારા ટેલિવિઝન પર સૌથી લાંબા સમય સુધી ચાલનારા ડેઈલી સિટકોમ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ શો ચિત્રલેખા મેગેઝીનમાં તારક મહેતાની સાપ્તાહિક કોલમ દુનિયાને ઉંધા ચશ્મા પર આધારિત છે. સુનૈના ફોઝદાર અને શૈલેષ લોઢા ઉપરાંત આ શોમાં દિલીપ જોશી, દિશા વાકાણી અને અમિત ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર