Home /News /entertainment /

ફક્ત 4 દિવસમાં તૂટી ગયા 55 વર્ષનાં સુપરસ્ટારના ચોથા લગ્ન

ફક્ત 4 દિવસમાં તૂટી ગયા 55 વર્ષનાં સુપરસ્ટારના ચોથા લગ્ન

ચાર દિવસ પહેલાં જ સુપરસ્ટાર નિકોલસ કેજે મેકઅપ આર્ટિસ્ટ એરિકા કોઇક સાથે લગ્ન કર્યા હતા પણ અચાનક જ તેમને લગ્ન તુટી ગયા

ચાર દિવસ પહેલાં જ સુપરસ્ટાર નિકોલસ કેજે મેકઅપ આર્ટિસ્ટ એરિકા કોઇક સાથે લગ્ન કર્યા હતા પણ અચાનક જ તેમને લગ્ન તુટી ગયા

    એન્ટરટેનમેન્ટ ડેસ્ક: હોલિવૂડનાં જાણીતા સુપર સ્ટાર નિકોલસ કેજનાં જીવનમાં કંઇજ બરાબર નથી ચાલી રહ્યું. હાલમાં જ તેનાં લગ્ન મુશ્કેલીમાં મુકાઇ ગયા. થોડા દિવસ પહેલાં જ તેણે મેકઅપ આર્ટિસ્ટ એરિકા કોઇક સાથે લગ્ન કર્યા હતાં. આ લગ્નનાં ફક્ત ચાર દિવસ બાદ ચોકાવનારા સમાચાર આવ્યા કે, લગ્નનાં ફક્ત ચાર દિવસમાં જ તેમણે છુટાછેડા લઇ લીધા છે. જે બાદ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સે તેમને આ છુટાછેડા પાછળનું કારણ પુછ્યુ છે.

    આટલી જલદી લગ્ન તોડવાનાં સમાચાર પર અત્યાર સુધીમાં નિકોલસ અને એરિકામાંથી કોઇએ રિએક્શન આપ્યુ નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ 55 વર્ષિય નિકોલસ કેજે બુધવારે લગ્ન કેન્સલ કરવા માટે અપીલ કરી છે. કહેવાય છે કે, બંને એ શિવારે મેરેજ સર્ટિફિકેટ માટે એપ્લાય કર્યુ હતુ અને તે જ દિવસે તેમને લાયસન્સ મળી પણ ગયું. જોકે ચાર દિવસમાં છુટાછેડાની અરજી પર આ બંને તરફથી હજુ સુધી કોઇ જ જવાબ આપવામાં આવ્યો નથી.

    નિકોલસ અને એરિકાએ આ પહેલાં તમનાં રિલેશનશિપને પણ ઘણું જ સીક્રેટ રાખ્યુ હતું. લગ્ન પહેલાં બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતાં પણ તેમણે ક્યારેય ખુલીને તેમનાં સંબંધોનો સ્વિકાર કર્યો ન હતો. તે લગ્ન બાદ તેમનાં સંબંધોને ખુલીને કબૂલ કર્યા છે તો ચાર દિવસમાં જ તેમણે સંબંધ તોડી નાખ્યા છે.

    આપને જણાવી દઇએ કે આ પહેલાં નિકોલસે ત્રણ લગ્ન કર્યા છે. પહેલાં લગ્ન તેમણે 1995માં એક્ટ્રેસ પેટ્રીસિયા એક્રેટ સાથે કર્યા હતાં જેની સાથે તેમણે 2001માં છુટાછેડા લઇ લીધા. જે બાદ વર્ષ 2002માં તેણે લીઝા મારી સાથે લગ્ન કર્યા જેની સાથે વર્ષ 2004માં છુટાછેડા લઇ લીધા હતા. તો નિકોલસે ત્રીજા લગ્ન એલિસ કિન સાથે કર્યા હતાં. આ લગ્ન 12 વર્ષ ટક્યા અને બાદમાં વર્ષ 2016માં તેઓ છુટાછેડા લીધા હતાં. હવે એરિકા સાથે તેને ચોથા લગ્ન પણ તુટવાની કગાર પર છે. નિકોલસ કેજને એક 28 વર્ષનો દીકરો પણ છે.
    Published by:Margi Pandya
    First published:

    આગામી સમાચાર