સોશિયલ મીડિયા પર નિકે વરસાવ્યો પ્રિયંકા પર પ્રેમ, તસવીર પર કરી ખાસ કમેન્ટ

News18 Gujarati
Updated: June 4, 2018, 11:37 AM IST
સોશિયલ મીડિયા પર નિકે વરસાવ્યો પ્રિયંકા પર પ્રેમ, તસવીર પર કરી ખાસ કમેન્ટ
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ વચ્ચે સંબંધની વાતો ત્યારે સામે આવી જ્યારે બંને એક સાથે બેઝબોલ મેચ જોવા ગ્રાઉન્ડ પર પહોચ્યા હતા

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ વચ્ચે સંબંધની વાતો ત્યારે સામે આવી જ્યારે બંને એક સાથે બેઝબોલ મેચ જોવા ગ્રાઉન્ડ પર પહોચ્યા હતા

  • Share this:
મુંબઇ: પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનાં સંબંધોની ચર્ચા હાલમાં ચારેય તરફ થઇ રહી છે. મીડિયામાં તેઓ છવાયેલા છે. બંને હાલમાં તેમનાં સંબંધો વિશે ખુલીને કંઇ જ કહ્યું નથી પણ તેમની એક બાદ એક તસવીરો હાલમાં ઝડપથી વાઇરલ થઇ રહી છે. હવે ફરી એક વખત પ્રિયંકાએ એક તસવીર શેર કરી છે જેનાં પર નિકએ ખાસ કમેન્ટ કરી છે.

હવે આ એકબીજા પ્રત્યેનો પ્રેમ નથી તો બીજુ શું છે. પહેલાં નિક અને પ્રિયંકા એકબીજાની સાથે દરેક જગ્યાએ નજર આવે છે. પછી સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરોમાં નિકની ખાસ કમેન્ટ આવે છે. હાલમાં જ પ્રિયંકા તેનાં ફ્રેન્ડ્સ સાથે રેસ્ટોરન્ટમાં ગઇ હતી જેની તસવીર તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરમાં પ્રિયંકાનાં હાથમાં બર્ગર છે અને તેનાં ચહેરા પર મોટી સ્માઇલ છે. આ તસવીર પર નિકે કમેન્ટ કરતાં લખ્યુ છે કે, 'આ જ તે સ્માઇલ છે ' આ કેપ્શનની સાથે તેણે હાર્ટ શેપનું ઇમોજી પોસ્ટ કર્યુ છે.



પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ વચ્ચે સંબંધની વાતો ત્યારે સામે આવી જ્યારે બંને એક સાથે બેઝબોલ મેચ જોવા ગ્રાઉન્ડ પર પહોચ્યા હતાં. બંનેનો આ વીડિયો તેમનાં એક ચાહકો બનાવ્યો હતો જે બાદથી જ ચર્ચા થવા લાગી કે પ્રિયંકા હાલમાં આ અમેરિકન સ્ટારને ડેટ કરી રહી છે.
First published: June 4, 2018, 11:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading