નિકે પ્રિયંકાને પડતાં પડતાં બચાવી, થઇ શકતી હતી દૂર્ઘટના

News18 Gujarati
Updated: June 28, 2019, 10:29 AM IST
નિકે પ્રિયંકાને પડતાં પડતાં બચાવી, થઇ શકતી હતી દૂર્ઘટના
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ હાલમાં પેરિસમાં છે તેઓ અહીં જો જોનાસ અને સોફી ટર્નરનાં લગ્નમાં શામેલ થવા આવ્યા હતાં

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ હાલમાં પેરિસમાં છે તેઓ અહીં જો જોનાસ અને સોફી ટર્નરનાં લગ્નમાં શામેલ થવા આવ્યા હતાં

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ હાલમાં પેરિસમાં છે અને અહીંની તેમની તસવીરો ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આ વચ્ચે એક વીડિયો વાયરલ થયો છે જેમાં તમે જોઇ શકો છો કે પ્રિયંકાને પડતાં પડતાં નિક બચાવે છે. પ્રિયંકા અને નિક બોટ પર પાર્ટી કરી રહ્યાં હતાં આ સમયે પ્રિયંકાનું બેલેન્સ બગળે છે. અને તે નીચે પડવાની હોય છે આ સમયે નિક તેને સંભાળી લે છે. આ સમયે નિકનાં હાથમાં વાઇનનો ગ્લાસ હોય છે જે નીચે દરિયામાં પડી જાય છે. નિક જે રીતે પ્રિયંકાને સંભાળે છે તે કાબિલે તારીફ છે. View this post on Instagram
 

❤️❤️ . . . . . . . . #priyankachopra #nickjonas #prick #love #bollywood #hollywood #quantico #baywatch #newyork #nyc #la #losangeles #makeup #hair #eyes #joejonas #sophieturner #jonasbrothers #pcatcannes. #cannes2019 #cannesfilmfestival2019 #cannes #metgala #chasinghappiness #themetgala2019 @priyankachopra @nickjonas @sophiet @joejonas


A post shared by Imperfect Perfections (@priyankachopra_globe) on


આ પણ વાંચો-અર્જુનના જન્મદિવસ પર મલાઇકાએ કંઇક આ રીતે કર્યો પ્રેમનો એકરાર

આ વીડિયોમાં જોઇ શકાય છે કે, પ્રિયંકાને પાણીમાં પડતાં પડતાં નિક બચાવી લે છે. પ્રિયંકા જે રીતે હચમચી હતી તે જોઇને લાગતુ હતું કે તે જો પડત તો સીધી નીચે જ જાત. કારણ કે તેઓ રેલિંગ પાસે જ ઉભા હતાં.

યાચ પર રોમેન્ટિક મોડમાં પ્રિયંકા નિક
આપને જણાવી દઇએ કે, પ્રિયંકા અને નિક અહીં જો જોનાસ અને સોફી ટર્નરની ચર્ચ વેડિંગમાં શામેલ થવા આવ્યા હતાં. પેરિસ બાદ હવે તેઓ સાઉથ ફ્રાન્સ જવાં રવાના થશે. અહીં જો અને સોફીનાં લગ્ન તમામ રીતિ-રિવાજથી થશે. વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં પ્રિયંકાની પાસે 'ધ સ્કાય ઇઝ પિંક' બોલિવૂડની ફિલ્મ છે. છેલ્લે તે વર્ષ 2015માં આવેલી 'બાજીરાવ મસ્તાની'માં નજર આવી હતી.

આ પણ વાંચો-ખૂબ હટકે લાગી રહ્યો છે જેકલીનનો બટરફ્લાઇ લૂક, કર્યો આ ખુલાસો
First published: June 28, 2019, 10:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading