પોતાના વખાણ લખીને પતિથી ટ્વીટ કરાવે છે પ્રિયંકા ચોપરા? નિકની ઉડી મજાક

News18 Gujarati
Updated: October 19, 2019, 7:51 PM IST
પોતાના વખાણ લખીને પતિથી ટ્વીટ કરાવે છે પ્રિયંકા ચોપરા? નિકની ઉડી મજાક
પ્રિયંકા અને નિકની તસવીર

પ્રિયંકા ચોપરા જોનાસને પોતાના પતિ નિક જોનાસ સાથે પોતાનું પહેલું કરવાચોથ વ્રત ઉજવ્યું હતું.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને પોતાના પતિ નિક જોનાસ (Nick Jonas)પોતાની રહેણી-કરણી અને તસવીરો માટે ચર્ચામાં બની રહ્યા છે. આ વખતે પ્રિયંકાના બદલે તેના પતિ નિક જોનાસને નિશાન બનાવ્યું છે. પ્રિયંકા ચોપરા જોનાસને પોતાના પતિ નિક જોનાસ સાથે પોતાનું પહેલું કરવાચોથ વ્રત ઉજવ્યું હતું. આ પ્રસંગે નિકે કહ્યું કે અભિનેત્રીએ તેને ભારતીય પરંપરાઓ અને રીત રિવાજો વિશે બધુ જ શિખવાડ્યું છે. અમેરિકી ગાયકે પોતાના ઇસ્ટાગ્રામ (Instagram) પેજ ઉપર તસવીરો કરવાચોથની (karwa chauth)તસવીરો પોસ્ટ કરી હતી.

આ ખાસ પ્રસંગ ઉપર પ્રિયંકાએ ભારતીય ટ્રેડિશનલ વસ્ત્રો પસંદ કરતા લાલ રંગની સાડી અને બંગડીઓ પહેરી હતી જ્યારે નિકએ કુર્તો પહેર્યો હતો. નિકે કેપ્શનમાં લખ્યું હતું કે, 'મારી પત્ની ભારતીય છે, તે હિન્દુ છે અને તે દરેક પ્રકારે અદભૂત છે. તેણીએ પોતાની સંસ્કૃતિ અને ધર્મ વિશે બધુ જ શિખવ્યું છે. હું તેને ખુબ જ પ્રેમ કર્યું છું. જેવી રીતે તમે જોઇ શકો છો કે અમે સાથે ઘણો આનંદ માણ્યો. બધાને કરવાચોથની શુભકામનાઓ'

આ પણ વાંચોઃ-તસવીરોઃ આ પ્રખ્યાત ગાયિકાની ન્યૂડ તસવીરો ઇન્ટરનેટ ઉપર થઇ લીક

પ્રિયંકાએ પણ આ જ તસવીરો પોતાના ઇસ્ટાગ્રામ પેજ ઉપર પોસ્ટ કરતા હેશટેગ કરવાચોથની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, 'મારું બધુંજ' દંપતિએ સેન ડિએગોમાં જોનાસ બંધુઓના કોન્સર્ટમાં કરવાચોથ ઉજવ્યું. પ્રિયંકાએ ઇસ્ટાગ્રામ ઉપર એક અન્ય પોસ્ટમાં લખ્યું હતું કે, 'જોનાસ બ્રધર્સ કન્સર્ટમાં કરવાચોથ, પહેલું કરવા ચોથ મને હંમેશા યાદ રહેશે'

આ પણ વાંચોઃ-ડાન્સ કરતા કરતા સ્ટેજ ઉપરથી નીચે પડી આ એક્ટ્રેસ, જુઓ તસવીરો

આ પણ વાંચોઃ-ફ્લાઇટમાં એક્સ્ટ્રા સામાનના પૈસા બચાવવા માટે મહિલાએ કર્યું આવું કામજોકે, પ્રિયંકા અને નીક બંનેને એ વાતનો અંદાજ નહીં હોય કે નિકના ટ્વીટ ઉપર લોકો અલગ પ્રકારે સમજશે. એક યુઝર્સે લખ્યું હતું કે, આ પહેલા ધોરણના વિદ્યાર્થી દ્વારા લખવામાં આવેલા નિબંધ જેવું લાગે છે. અન્ય યુઝર્સે લખ્યું હતું કે, વાંચી નથી શકતી આ સંપૂર્ણ પણે ગાય ઉપર નિબંધ જેવું. એક યુઝર્સે નિકના જ અંદાજમાં પ્રિયંકાની જગ્યાએ બિલાડી લખવાનું શરુ કરી દીધું અને આને બિલાડી ઉપર લખાયેલો નિબંધ ગણાવ્યો.

 અન્ય એક યુઝર્સે લખ્યું કે આ બેસ્ટ ફ્રેન્ડ ઉપર લખેલો નિબંધ છે. તો અન્ય એક યુઝર્સે મા ઉપર લખેલો નિબંધ ગણાવ્યો હતો. તેને ચિવડવવા માટે પ્રિયંકાની જગ્યાએ મા શબ્દો લખ્યો હતો.
First published: October 19, 2019, 7:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading