'આંખ મારી'ને નિકે કંઇક આ રીતે પ્રિયંકા સાથે ઉજવ્યો વેલેન્ટાઇન ડે

News18 Gujarati
Updated: February 15, 2020, 12:07 PM IST
'આંખ મારી'ને નિકે કંઇક આ રીતે પ્રિયંકા સાથે ઉજવ્યો વેલેન્ટાઇન ડે
પ્રિયંકા ચોપરા અને નિક

બીજી તરફ પ્રિયંકાએ પણ નિકના મ્યૂઝિક શોનો ફોટો મૂકીને કહી આ વાત...

  • Share this:
બોલિવૂડ અને હોલિવૂડના જાણીતા કપલ તેવા પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે તેમના વેલેન્ટાઇન ડેની ઉજવણીનો વીડિયો ફેન્સ સાથે શેર કર્યો છે. આ સેલેબ્રિટી કપલ વેલેન્ટાઇન ડે પર કંઇક અલગ જ મૂડમાં નજરે પડ્યા. અને બીજા શબ્દોમાં કહીએ તો પ્રિયંકા નિકને વેલેન્ટાઇન ડે પર પોતાના ઇશારે નચાવ્યો તેમ કહી શકાય કારણ કે પ્રિયંકાના સ્ટેપને ફોલો કરતા નિક આ વીડિયોમાં નજરે પડ્યા હતા. વેલેન્ટાઇન ડે પર જ્યાં હવામાં જ પ્રેમનો રોમાન્સ જોવા મળે છે. ત્યારે આ સેલેબ્રિટી કપલને સિમ્બા ફિલ્મનું ગીત આંખ મારેય પર ડાન્સ કર્યો હતો. નિક અને પ્રિયંકાનો આ ડાન્સ ખરેખરમાં તેમની પ્રેમ અને મસ્તી બતાવતો હતો. વેલેન્ટાઇન ડે પર નિકે પ્રિયંકાને ટેગ કરીને આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેને નિક પ્રિંયકાના ફેન્સ ખૂબ જ પસંદ કર્યો છે.

વળી આ વીડિયોને પોસ્ટ કરતા નિકે કેપ્શનમાં લખ્યું છે કે "શો પહેલાની ડાન્સ પાર્ટી, તે પણ મારી ફોરએવર વેલેન્ટાઇન પ્રિયંકા સાથે" આ સાથે જ તેમણે તેમના ફેન્સને વેલેન્ટાઇન ડે માટે શુભેચ્છા પાઠવી હતી.


તો બીજી તરફ પ્રિયંકાએ પણ નિકના મ્યૂઝિક શોનો ફોટો મૂકીને તેને પોતાનો ફોરએવર વેલેન્ટાઇન જણાવ્યો હતો. અને તેના વખાણ કર્યા હતા.

વધુમાં આ કપલ તેમની ઇન્સ્ટા સ્ટોરીમાં પણ કેવી રીતે તેમણે ટોસ્ટ કરીને વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી હતી તે જણાવ્યું હતું.
પ્રિયંકાની પોસ્ટ


ઉલ્લેખનીય છે કે વેલેન્ટાઇન ડેના દિવસે નિકનો શો હોવા છતાં આ કપલ વેલેન્ટાઇન ડે અને પ્રેમ માટે સમય નીકાળી દીધો હતો. અને સાથે સમય પસાર કર્યો હતો. જેનાથી તેમના ફેન્સ ખૂબ જ ખુશ થયા હતા.
First published: February 15, 2020
વધુ વાંચો
अगली ख़बर