ગોવિંદાનાં 'મેરી પેન્ટ ભી સેક્સી..' પર નાચ્યો નિક જોનાસ, પ્રિયંકાએ શેર કર્યો VIDEO

News18 Gujarati
Updated: April 7, 2019, 4:32 PM IST
ગોવિંદાનાં 'મેરી પેન્ટ ભી સેક્સી..' પર નાચ્યો નિક જોનાસ, પ્રિયંકાએ શેર કર્યો VIDEO
આ વીડિયો પ્રિયંકાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો હતો. અને ગોવિંદાને ટેગ પણ કર્યો હતો.

આ વીડિયો પ્રિયંકાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો હતો. અને ગોવિંદાને ટેગ પણ કર્યો હતો.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનાં લગ્નને માંડ ત્રણ મહિના થયા છે ત્યાં તેમના છુટાછેડાની અફવાઓ ઉડી તો વચ્ચે તેની પ્રેગ્નેન્સીની ખબર પણ આવી. જોકે આ બંને તેમની લાઇફ ખુબજ એન્જોય કરી રહ્યાં છે. અને તેમનાં લવી ડવી તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. ખાસ વાત તો એ છે કે હાલમાં પ્રિયંકા ચોપરાએ તેનાં પતિ નિકનો એક મજેદાર વીડિયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં નિક જોનસ ગોવિંદાનાં સુપરહિટ સોન્ગ 'મેરી પેન્ટ ભી સેક્સી' પર ડાન્સ કરતો નજર આવે છે. આ વીડિયો પ્રિયંકાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો હતો. અને ગોવિંદાને ટેગ પણ કર્યો હતો.

આ વીડિયોની સચ્ચાઇ કંઇક અલગ છે. આ વીડિયો નિકનાં લેટેસ્ટ સોન્ગ 'કૂલ..'નો છે. આ વીડિયોને ગોવિંદાનાં સોન્ગ 'મેરી પેન્ટ ભી સેક્સી' સાથે મેશઅપ કરવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે જોનસ બ્રધર્સનું આ સોન્ગ 5 એપ્રિલનાં રોજ રિલીઝ થયુ હતું. આ પહેાલં પણ જોનસ બ્રદર્સ તેનું એક સોન્ગ 'સકર' રિલીઝ કર્યુ હતું.
First published: April 7, 2019, 4:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading