Home /News /entertainment /પેરિસ ફેશન વીકમાં પ્રિયંકા સાથે રોમેન્ટિક મુડમાં જોવા મળ્યો નીક, ફોટા જોયા પછી ફેન્સે કહ્યું, 'આગ લગા દી'

પેરિસ ફેશન વીકમાં પ્રિયંકા સાથે રોમેન્ટિક મુડમાં જોવા મળ્યો નીક, ફોટા જોયા પછી ફેન્સે કહ્યું, 'આગ લગા દી'

પેરિસ ફેશન વીકમાં પ્રિયંકા ગ્લેમરસ અંદાજમાં...

Priyanka chopra and Nick Jonas photos: બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં પેરિસ ફેશન વીકમાં હાજરી આપી હતી. આ દરમિયાન નિક જોનાસ પણ તેને સપોર્ટ કરવા ત્યાં હતો. સોશિયલ મીડિયા પર કપલની સુંદર તસવીરો વાયરલ થઈ રહી છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

વધુ જુઓ ...
ઇન્ટરનેશનલ આઇકોન પ્રિયંકા ચોપરા સતત લાઈમ લાઈટમાં રહેતી હોય છે. પ્રિયંકા પોતાની ફેશન સેન્સથી જ્યાં પણ જાય છે, ત્યાં લોકોના મન મોહી લેતી હોય છે. અને આકર્ષણનું કેન્દ્ર બની રહેતી હોય છે. એમાંય જો તેનો રોકસ્ટાર પતિ નિક જોનાસ સાથે હોય તો, તેના ગ્લેમરમાં ચાર ચાંંદ આવી જતા હોય છે. આવુ  જ કંઈક પેરિસ ફેશન વીકમાં જોવા મળ્યું હતુ.

નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાએ પેરિસ ફેશન વીકમાં હાજરી આપી હતી. આ દરમિયાન આ કપલ અદભૂત આઉટફિટ્સમાં જોવા મળ્યું હતું અને સાથે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું હતું. આ ફંક્શનમાં બંનેએ સાથે રોમેન્ટિક પોઝ આપી સાથે ફોટા પડાવ્યા હતા.  ગ્લોબલી ફેમસ આ કપલનો રોમેન્ટિક લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.



ફોટામાં જ્યાં એક તરફ પ્રિયંકા ચોપરા પિંક બબલ ગમ કલરના પ્લંગિંગ નેકલાઇન ડ્રેસમાં જોવા મળી રહી છે, તો બીજી તરફ નિક જોનાસ ડાર્ક કલરના સૂટ પેન્ટ અને બૂટમાં હેન્ડસમ લાગી રહ્યો છે. ફેન્સ પણ કપલના આ પરફેક્ટ ફોટોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફોટો પર ફેન્સ હાર્ટ અને ફાયર ઇમોજી શેર કરતા જોવા મળે છે.

આ પણ વાંચો : ફેશનનાં નામે ઉર્ફીએ ફરી કર્યા અખતરાં! ફાટેલાં કપડાં સાથે ઉડતી ચોટલી જોઇ લોકો પેટ પકડી હસ્યા

પ્રિયંકા ચોપરાએ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું- અમને @maisonvalentino પર આમંત્રણ આપવા બદલ આભાર. @pppiccioli ને અભિનંદન…. નવા કલેક્શન ખૂબ જ ખાસ છે. ફોટા શેર થયાને એક કલાક પણ નથી થયો અને લગભગ 1.5 લાખ લોકોએ તેને લાઈક કર્યો છે.



પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ખાસ ઇવેન્ટ વેલેન્ટિનો વિમેન્સવેર ફોલ વિન્ટર, 2023-2024 શોનો ભાગ હતા. આ દરમિયાન નિકે પણ તેની પત્નીને પૂરો સાથ આપ્યો હતો. એવા ઘણા ખાસ પ્રસંગો આવ્યા છે, જ્યારે પ્રિયંકા ચોપરાને નિક જોનાસ દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો છે અને તેમની આ સાદગીના લોકો દિવાના છે.

હાલમાં પ્રિયંકા ચોપરા માતૃત્વનો આનંદ માણી રહી છે. તેણી તેની પુત્રી માલતી સાથે ફોટા અને વિડિયો શેર કરતી રહેતી હોય છે. અને હાલ માતૃત્વના તબક્કાનો ભરપૂર આનંદ માણી રહી છે. થોડા સમય પહેલા તેણે તેની પુત્રી સાથેનો એક ફોટો શેર કર્યો અને લખ્યું, આજ કાલ મારા દિવસો...
First published:

Tags: Global, Nick Jonas, Paris, Priyanka chopra

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો