Home /News /entertainment /

મોનોકનીમાં Beach પર નિયા શર્માનો ડાન્સ, VIDEO VIRAL

મોનોકનીમાં Beach પર નિયા શર્માનો ડાન્સ, VIDEO VIRAL

ટીવી એક્ટ્રેસ નિયા શર્મા

એશિયાની સૌથી સેક્સી મહિલાઓની લિસ્ટમાં શામેલ નિયા શર્મા તેની બોલ્ડ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર અવાર નવાર શેર કરતી રહે છે

    મુંબઇ: નિયા શર્મા હમેશાં તેનાં ગ્લેમરસ લૂકને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. તેની તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ પર અવાર નવાર વાયરલ થતા હોય છે. હાલમાં જ તેને તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. એક્ટ્રેસનો આ વીડિયો જોત જોતામાં વાઇરલ થઇ ગયો છે. થોડા જ કલાકમાં તેનાં વ્યુઝ લાખોમાં પહોંચી ગયા છે.

    આ વીડિયોમાં તે તેની સાથી મિત્ર સાથે બીચ પર મોનોકની પહેરીને ડાન્સ કરતી નજર આવે છે. આ ડાન્સમાં તેનો બોલ્ડ એન્ડ બિન્દાસ અવતાર છલકાય છે. નિયાએ આ વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, જ્યારે પ્રોફેશનલની મદદથી બીચ પર મે ડાન્સ શીખ્યો.




    નિયા શર્મા તેની બિચ બિકિની ફોટો માટે જાણીતી છે. તે અવાર નવાર તેની બિચ પરની તસવીરો શેર કરતી જ રહેતી હોય છે. હાલમાં નિયા કલર્સ પરનાં શો'ઇશ્ક મે મરજાવા'માં નજર આવી રહી છે. આ પહેલાં તે 'ખતરો કે ખિલાડી-8' , 'જમાઇ રાજા' અને 'એક હજારોમે મેરી બહેના હૈ' માં કામ કરી ચૂકી છે.

    તો નિયા વિક્રમ ભટ્ટની મૂવીથી સિલ્વર સ્ક્રીન પર એન્ટ્રી કરશે. આ પહેલાં તે વિક્રમ ભટ્ટ સાથે વેબ સીરીઝ 'ટ્વિસ્ટેડ' કરી ચૂકી છે. તેની આ વેબ સિરીઝ પણ ચર્ચામાં હતી કારણ કે આ વેબ સિરીઝમાં તે તેની કો-સ્ટાર ઇશા શર્મા સાથે લિપ લોક કરતી નજર આવે છે. આ સિનને કારણે નિયા અને આખી સિરીઝ ચર્ચામાં હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Beach dance video, Instagram, Nia Sharma, Share, વાયરલ વીડિયો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन