નિયા શર્માએ ટોની કક્કર સાથે ‘વાદા’ સોન્ગ પર કર્યો ડાન્સ, Viral Video

નિયા શર્માએ કર્યો ટોની કક્કડ સાથે બોલ્ડ ડાન્સ

Happy Birthday Nia Sharma : નિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટોની કક્કરને શુભકામનાઓ આપી અને તેની સખત મહેનત માટે તેની પ્રશંસા પણ કરી હતી.

  • Share this:
    અભિનેત્રી નિયા શર્મા લાંબા સમયથી સિંગર ટોની કક્કરને મળવા માટે ખૂબ ઉત્સાહિત હતી. બંનેએ પહેલા ‘વાદા’ નામના મ્યૂઝિક વીડિયોમાં સાથે કામ કર્યુ છે. નિયા શર્મા અને ટોની કક્કર હાલમાં જ ‘કાંટા લગા’ મ્યૂઝીક વીડિયોની સક્સેસ પાર્ટીમાં ફરી મળ્યા હતા. નિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટોની કક્કરને શુભકામનાઓ આપી અને તેની સખત મહેનત માટે તેની પ્રશંસા પણ કરી હતી.

    આ પણ વાંચો-Happy Birthday Nia Sharma: નિયા શર્માનાં જન્મ દિવસે જાણો તેનું સાચું નામ અને અન્ય ઘણી અજાણી વાતો..

    નિયાએ આ પાર્ટીનો એક વિડીયો પણ શેર કર્યો છે. વીડિયોમાં ટોની ‘વાદા’ સોંગ ગાતા નિયા સાથે કપલ ડાન્સ કરતો નજરે પડે છે. આ વીડિયો શેર કરતા નિયાએ કેપ્શનમાં લખ્યું કે, “એક વર્ષ પહેલા સાથે કામ આ સોંગ પર કામ કર્યુ હતું અને તેને ફરીથી માણી રહ્યા છીએ @tonykakkar.” નિયાએ પાર્ટીમાં રેડ કલરનો બેકલેસ ડ્રેસ પહેર્યો હતો. આ પાર્ટીમાં અવનીત કોર, નેહા કક્કર અને સુનિલ ગ્રોવર પણ હાજર રહ્યા હતા. કાંટા લગા સોંગમાં યો યો હની સિંહ અને નેહા કક્કરો અવાજ પણ સાંભળવા મળશે.

    હાલમાં જ નિયા શર્માએ પોતાના શો એક હજારો મે મેરી બહેના હે ઓફ એર થયા બાદ ઘણા મહીનાઓ સુધી કામથી દૂર રહેવા અંગે વાત કરી હતી. તેણે કહ્યું કે, તે સમય તેના માટે ખૂબ કપરો હતો, કારણે કે તે મુંબઇમાં કોઇ ફ્રેન્ડ્સ વગર એકલી રહે છે અને કોઇ કમાણી પણ કરી શકતી ન હતી.








    View this post on Instagram






    A post shared by Nia Sharma (@niasharma90)






    નિયા શર્માએ સિરિયલ એક હજારો મેં મેરી બહેના હે થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. જેમાં તેણે માનવી ચૌધરીનો રોલ પ્લે કર્યો હતો. 2013માં આ શો ઓફ એર થયા બાદ તે 2014માં સિરિયલ જમાઇ રાજામાં દેખાઇ હતી.

    આ પણ વાંચો- આ પણ વાંચો-પ્રિયંકા ચોપરાએ પતિના 29માં જન્મદિવસે Kissની સાથે કર્યું Wish, જુઓ PHOTOS

    રેડિયો હોસ્ટ સિદ્ધાર્થ કાનન સાથે એક ઇન્ટરવ્યૂમાં નિયાએ કહ્યું કે, “જ્યારે હું આ ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે હું જે પણ હતી મારા દમ પર હતી. એક હજારો મેં મેરી બહેના હે શોમાં હું એકદમ નવી હતી અને તે શોએ જ મને બનાવી હતી. ત્યાર બાદ એક વર્ષનો ગેપ હતો.” નિયા હાલમાં જ બિગ બોસ OTT પર ગેસ્ટ તરીકે દેખાઇ હતી અને ‘દો ઘૂંટ’ નામના મ્યૂઝિક વીડિયોમાં દેખાઇ હતી.

    આ પણ વાંચો-Kareena Kapoor: 'નો મેકઅપ લૂક'માં જોઇ છક થઇ ગયા ફેન્સ, તસવીરો જોઇ બોલ્યા- 'ઘરડી થઇ ગઇ આ તો'

    વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
    Published by:Margi Pandya
    First published: