નિયા શર્માએ બિકિની શૂટનું રહસ્ય ખોલતા કહ્યું, - 'મે જનતાને બેવકૂફ બનાવી'

(Instagram @NiaSharma)

નિયા શર્મા વેબ સીરિઝ 'જમાઇ રાજા 2.0' અંગે ચર્ચામાં છે (Instagram @NiaSharma) આ સીરિઝ ઝી 5 પર રિલીઝ થઇ ગઇ છે. નિયાએ તે સિરીઝમાં બિકિની સીન્સ આપ્યા છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી એક્ટ્રેસ નિયા શર્મા (Nia Sharma) તેનાં બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં રહે છે. નિયાએ સોશિયલ મીડિયા પેજ પર તેની અનેક ગ્લેમર્સ તસવીરો શેર કરી છે. નિયા શો જમાઇ રાજા 2.0 (Jamai Raja 2.0) વેબ સીરિઝમાં જોવા મળી રહી છે. આ શોમાં નિયાએ ઘણાં બિકિની સીન્સ આપ્યા છે. નિયાએ શોથી તેનાં બિકિની લૂક (Bikini Look)ની ઘણી તસવીરો શેર કરી છે. આ શૂટ અંગે વાત કરતાં નિયાએ ઘણાં ખુલાસા કર્યા છે.

  એક ઇન્ટરવ્યૂમાં નિયા શર્માએ જણાવ્યું કે, મે આ સિન્સ આપ્યાં તે પહેલાં એક ફોટોશૂટ થયુ હતું જેમાં મારું પેટ થોડુ બહાર દેખાતુ હતું. જે બાદ મે બે દિવસ માટે ખાવા પીવાનું બંધ કરી દીધુ હતું. બિકિની સીન્સ આ શોનો અહમ હિસ્સો છે. તેથી મારે સ્લિમ દેખાવું જરૂરી હતું.

  તેમાં પણ જે દિવસે ફોટોશૂટ થવાનું હતું તે દિવસે સૂરજ વાદળોથી ઢંકાઇ ગયો હતો જેને કારણે એ દિવસે શૂટિંગ ન થઇ શકી. અને તે દિવસે જે બે ચાર ફોટા ક્લિક કર્યા હતાં તેમાંથી મે કેટલાંક મારે અકાઉન્ટ પર શેર કર્યા. આ તસવીરો જોત જોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.

  આ ફોટોમાં મારુ પેટ ફુલેલું લાગતું હતું. જે બાદ ખરા દિવસે શૂટિંગ કર્યું ત્યારે મારુ પેટ એકદમ ફ્લેટ લાગે છે. આ ત્યારે શક્ય થયુ જ્યારે બે દિવસ મે કંઇજ ખાધુ પીધુ નહીં. તો મારુ પેટ અંદર જતુ રહ્યું હતું. હું જાણું છું કે, હું જનતાને બેવકૂફ બનાવી રહી છું.

  (Instagram @NiaSharma)
  આપને જણાવી દઇએ કે, હાલમાં જ દાદા સાહેબ ફાલ્કે ઇન્ટરનેશનલ એવોર્ડ્સમાં નિયા શર્માએ હાજરી આપી હતી આ સમયે તેણે રવિદુબેને બેસ્ટ કિસર ગણાવ્યો હતો. આ શો માટે બંનેએ અંડરવોટર કિસિંગ સીન્સ શૂટ કર્યા હતાં. એક્ટ્રેસ નિયા શર્મા ટીવીની દુનિયાનું મોટું નામ છે.

  નિયા 'એક હજારો મે મેરી બહેના હૈ.' 'ઇસ પ્યાર કો ક્યા નામ દૂ', 'જમાઇ રાજા' 'પવિત્ર રિશ્તા', 'કુબુલ હૈ', 'આપ કે આ જાને સે', 'નાગિન-3' અને 'નાગિન-5'નો ભાગ રહી ચૂકી છે.
  Published by:Margi Pandya
  First published: