ટીવી એક્ટ્રેસ નિયા શર્મા (Nia Sharma Entry BB OTT) બિગ બોસ ઓટીટીમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરવા જઈ રહી છે, જે અંગેનો ખુલાસો તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કર્યો હતો.
નવી દિલ્લી: બિગ બોસ ઓટીટીના લેટેસ્ટ ‘સન્ડે કા વાર’ (Sunday Ka Vaar)એપીસોડમાં કરણ જોહરે પણ આ વાતનો ખુલાસો કર્યો હતો કે આ વખતે કોઈ પણ સભ્ય એલિમીનેટ નહિ થાય આ સાથે જ તેમણે શોમાં એક વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી અંગે ખુલાસો કર્યો હતો. કરણ જોહરે જાણકારી આપી હતી કે બિગબોસ હાઉસમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ થવાની છે. હવે આ અંગે ખુલાસો થઈ ગયો છે કે, શોમાં ટીવીની પોપ્યુલર એક્ટર નિયા શર્મા સ્પર્ધક તરીકે આવી શકે છે.
નિયા શર્માએ તેની એન્ટ્રી અંગે તેના સોશિય મીડિયા (Nia Sharma Wild Card Entry) પર પોસ્ટ કરી હતી. નિયા શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી જેમાં તે એક ફની પોઝ આપી રહી છે. તે મસ્તી પણ કરી રહી છે. આ તસવીર શેર કરીને તેણે લખ્યું કે કુછ તુફાની કરવા માટે બિગ બોસ ઓટીટીમાં એન્ટ્રી કરવા જઈ રહી છું.
તસવીરો શેર કરતા નિયા શર્માએ (Nia Sharma Photo) લખ્યું, "કુછ તુફાની કરતે હૈ. 1 સપ્ટેમ્બરના રોજ 'બીબી ઓટીટી' તેણે તેના કેપ્શનમાં બે સ્માઈલી પણ એડ કર્યા છે. નિયા શર્માને ટીવીની સૌથી સિઝલિંગ અને ગ્લેમરસ ગર્લ માનવામાં આવે છે. હવે જોવાનું રહેશે કે, તે બિગ બોસ ઓટીટીમાં દર્શકોનું મનોરંજન કેવી રીતે કરતી જોવા મળશે.
'બિગ બોસ ઓટીટી'(Bigg Boss OTT)માં હાલમાં પાંચ કનેક્શન છે. જેમાંથી એક કનેક્શન તૂટી ગયું છે. ગયા અઠવાડિયે ઝીશાન ખાન જે ઘરના બોસમેન હતો, તેને ઘરની બહાર કરી દેવામાં આવ્યો હતો. તે નિશાંત ભટ્ટ અને પ્રતીક સહજપાલ સાથે લડતો હિંસા કરતો જોવા મળ્યો હતો. ઘરના નિયમો અનુસાર, બિગ બોસે તેને સજા તરીકે ઘર છોડવાનું કહ્યું. તે દિવ્યા અગ્રવાલનું કનેક્શન હતો. ઝીશાન આઉટ થયા બાદ દિવ્યા એકલી પડી ગઈ છે.
હવે જોવાનું રહેશે કે નિયા શર્માનું કનેક્શન દિવ્યા સાથે બને છે કે, પછી તે પણ એકલી રમશે. કારણ કે, ઘરમાં પુરુષ અને સ્ત્રી સ્પર્ધકનું જોડાણ છે. આવી સ્થિતિમાં, બે મહિલાઓનું જોડાણ બનાવવું પણ બિગ બોસ માટે એક પડકાર હશે. ઘરમાં રાકેશ બાપટ-શમિતા શેટ્ટી, મિલિંદ ગાબા-અક્ષરા સિંહ, નેહા ભસીન-પ્રતિક સહજપાલ અને નિશાંત ભટ્ટ-મુસ્કાન જટાના વચ્ચે જોડાણ છે. દિવ્યા એકલી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર