Nia Sharma: 31માં જન્મ દિવસ પર આવો હતો જલસો, કેક અંગે ફરી રહી ચર્ચામાં
Nia Sharma: 31માં જન્મ દિવસ પર આવો હતો જલસો, કેક અંગે ફરી રહી ચર્ચામાં
નિયા શર્માનો 31મો જન્મ દિવસ- Photo- @niasharma90/Instagram
Nia Sharma 31st Birthday: નિયા શર્મા (Nia Sharma) વર્ષોથી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છે અને તેનાં અલગ અલગ કિરદારથી સતત સૌનું મનોરંજન કરતી રહે છે. એક્ટિંગ ઉપરાંત નિયા તેનાં બોલ્ડ લૂક અને ફેશન સેન્સ માટે છવાયેલી રહે છે. ગત વર્ષનાં જન્મ દિવસ પર તે તેની કેક માટે છવાયેલી રહી હતી. નિયાનાં આ જન્મ દિવસે પણ તેની બર્થ ડે કેક અંગે ચર્ચાઓ થઇ છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી પર 'નાગિન'નો કિરદાર અદા કરનાર નિયા શર્મા (Nia Sharma) કોઇ ઓળખની મહોતાજ નથી. તેનાં બોલ્ડ લૂકને કારણે તે હમેશાં ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે તેનો 31મો જન્મદિવસ (Nia Sharma 31st Birthday) ઉજવ્યો છે. આ વર્ષે પણ મિત્રો સાથે તેણે ખાસ જન્મ દિવસ ઉજવ્યો છે. ગત વર્ષે વલ્ગર કેક કાપ્યા બાદ ચર્ચાઓમાં રહેનારી નિયા શર્મા આ વર્ષે પણ થેની કેક માટે ચર્ચામાં છે. તેનાં આ સેલિબ્રેશનની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યાં છે. જેમાં તેનાં આ જશ્નની કેટલીક ઝલક જોવા મળે છે. મિત્રોએ નિયાનાં જન્મ દિવસને વધુ ખાસ બનાવી દીધો.
નિયા શર્મા (Nia Sharma) વર્ષોથી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છે અને તેનાં અલગ અલગ કિરદારથી સતત લોકોનું મનોજરંજન કરતી રહે છે. ગત વર્ષોમાં નિયાએ તેનાં કામથી પોતાને સાબિત કરી દીધી છે. તે ટીવીની મોસ્ટ ટેલેન્ટેડ એક્ટ્રેસમાં શામેલ થાય છે. એક્ટિંગ ઉપરાંત નિયા તેનાં બોલ્ડ લૂક્સ, ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. ગત વર્ષે તેનાં કેક માટે તે ચર્ચામાં રહી હતી. આ વખતે તેણે પણ તેનાં જન્મ દિવસે જે કેક કટ કરવામાં આવી હતી તેનાંથી તે ચર્ચામાં છે.
નિયા શર્માનો 31મો જન્મ દિવસ- Photo- @niasharma90/Instagram
નિયાનાં જન્મ દિવસે તેણે ચાર ચાર કેક કટ કરી હતી. એક કેક બોમ્બ આકારની હતી. બીજી બેડ હતી ત્રીજી ગોલ્ડન કલરની હતી. તો ચોથી કેક પર એક યુવતી બાઇક રાઇડ કરતી નજર આવતી હતી.
Photo -@niasharma90/Instagram
મિત્રોની સાથે કરેલી મસ્તીની કેટલીક તસવીરો નિયાએ શેર કરી હતી તેનાં વીડિયો પણ શેર કર્યાં છે. 'બોમ્બ કેકથી લઇ બોમ્બ ડાન્સ સુધી, ચમક દમક અમે બધા જ ઉછળી રહ્યાં છીએ..' આ સાથે જ તેણે કેટલાંક બિયર ગ્લાસ, ડાન્સ અને હાર્ટ ઇમોજી શેર કર્યા છે. અને આગળ લખેછે, 'મારી જેમ ડાન્સ કર્યો આવનારા વર્ષ માટે..'
આપને જણાવી દઇએ કે, પાર્ટીમાં ટીવીનાં ઘણાં સેલિબ્રિટીઝ શામેલ થયા ઋત્વિક ધનજાની, સુરભિ જ્યોતિ, રેહના પંડિત, શિવિન નારંગ, વિશાલ સિંહ, નિયાની મિત્ર નેહા સ્વામી બિજલાની સહિત અન્ય લોકો સામેલ થયા હતાં. આ દરમિયાન તે ખુબજ ખુશ અને સંપૂર્ણ મસ્તીનાં મૂડમાં નજર આવી.