Home /News /entertainment /OTT પર ફિલ્મ માટે થોડી રાહ જોવી પડશે, બોલિવૂડ ફિલ્મોને OTT પર રિલીઝ કરવા બનાવાયો નવો નિયમ

OTT પર ફિલ્મ માટે થોડી રાહ જોવી પડશે, બોલિવૂડ ફિલ્મોને OTT પર રિલીઝ કરવા બનાવાયો નવો નિયમ

ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝને લઈ નવો નિયમ બનાવાયો

new rule release on OTT : ઘણી ફિલ્મો થિયેટરોમાં અને તરત જ OTT પર રિલીઝ થતી, ફિલ્મને થિયેટરમાં રિલીઝ થયાના 4 અઠવાડિયા પછી OTT પર રિલીઝ કરવામાં આવતી, હવે OTT પ્લેટફોર્મ પર માણવા થોડી રાહ જોવી પડશે, કારણ કે 1લી ઓગસ્ટથી બોલિવૂડ ફિલ્મોને રિલીઝ કરવા, નવો નિયમ લાગુ થયો છે.

વધુ જુઓ ...
new rule release on OTT : કોરોનાના સમય બાદ આપણી આસપાસ ઘણા ફેરફારો થયા. આ બદલાવ બોલિવૂડ (Bollywood) અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ જોવા મળ્યા. મેકર્સે, શૂટિંગ કરવાથી લઈને મૂવી રિલીઝ સુધીની રીતમાં ઘણા ફેરફારો કર્યા. આ દરમ્યાન કેટલાકે થિયેટરોમાં તેમની ફિલ્મ રિલીઝ કરવા રાહ જોઈ, જ્યારે કેટલાક નિર્માતાએ મનોરંજન માટે OTT (Over The Top) પર ફિલ્મ રિલીઝ કરી. કોરોનાની અસર થોડી ઓછી થતા જ થિયેટર ફરી છલોછલ થઈ ગયા હતા. ઘણાં નિર્માતાઓએ ફિલ્મોને પહેલા થિયેટરોમાં અને પછી તરત જ OTT પર રિલીઝ કરી. પણ હવે આમ નહીં થાય, કારણ કે ફિલ્મ રિલીઝના નિયમોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. (new rules for release)

ફિલ્મ પ્રેમીઓને અત્યાર સુધી OTT પર ફિલ્મો જોવા માટે વધારે રાહ જોવી પડતી ન હતી અને મેકર્સ પણ વધુ નફો કમાતા હતા. પણ હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફિલ્મોને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવા થોડી વધુ રાહ જોવી પડશે, કારણ કે ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અને નિર્માતાઓએ 1લી ઓગસ્ટથી બોલિવૂડ ફિલ્મોને રિલીઝ કરવા નવો નિયમ લાગુ કર્યો છે.

કોરોના પેહલા જયારે ફિલ્મને થિયેટરમાં રિલીઝ થયાના 8 અઠવાડિયા પછી OTT પર રિલીઝ કરવામાં આવતી, પણ લોકડાઉન દરમ્યાન, ફિલ્મ 4અઠવાડિયા પછી જ OTT પર સ્ટ્રીમ થવા લાગી. OTTપર જલ્દી રિલીઝ કરવાથી તે પ્લેટફોર્મ પાસેથી મોટી રકમ મળતી હતી અને નફો વધી જતો. ફિલ્મ નિર્માતાઓએ થિયેટરના ઘટતા બિઝનેસને જોતા આ નિર્ણય લીધો છે, હવે ફરીથી 8 અઠવાડિયાનો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. 1 ઓગસ્ટથી, ઓટીટી પર ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થયાના 8 અઠવાડિયા પછી જ સ્ટ્રીમ કરવાનો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોત્રણ બાળકોની માતા લીઝા હેડન દરિયાનાં મોજા પર રમતી આવી નજર, PHOTOS VIRAL

હવે ઓગસ્ટ મહિનાથી જે પણ ફિલ્મ રિલીઝ થશે તે 8 અઠવાડિયા પછી જ OTT પર સ્ટ્રીમ થશે. તેવામાં જેની દર્શકો ઘણા સામેથી રાહ જોઈ રહયા હતા તેવી મોટી ફિલ્મો રિલીઝ થવા જઇ રહી છે. 11 ઓગસ્ટે કરીના કપૂર અને આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા' સામે અક્ષય કુમારની ફિલ્મ 'રક્ષા બંધન' સાથે જ રિલીઝ થવાની છે. સાથે જ સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની 'લિગર' 25 ઓગસ્ટે અને રણબીરની 'બ્રહ્માસ્ત્ર' 9 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આ તમામ ફિલ્મોને OTT પર જોવા માટે દર્શકોએ થિયેટર રિલીઝ થયાના 8અઠવાડિયા સુધી રાહ જોવી પડી શકે છે
First published:

Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, New rule, New rules, OTT Platforms, OTT Platfrom

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો