Home /News /entertainment /'કરોડપતિ' બનવાના આ નિયમ બદલાયા, KBC-14માં સ્પર્ધકને હવે કાર પણ મળશે

'કરોડપતિ' બનવાના આ નિયમ બદલાયા, KBC-14માં સ્પર્ધકને હવે કાર પણ મળશે

કૌન બનેગા કરોડપતિ 14ના નિયમ બદલાયા.

અમિતાભ બચ્ચનનો ફેમસ ગેમ શો કૌન બનેગા કરોડપતિ 14 એક વખત ફરીથી ઓડિયન્સને એન્ટરટેન કરવા માટે તૈયાર છે, પરંતુ આ વખતે આ સિઝનમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે, જેના વિશે શોના હોસ્ટ અમિતાભ બચ્ચનને અગાઉના એપિસોડમાં જણાવ્યું હતું.

    અમિતાભ બચ્ચનનો ફેમસ ગેમ શો કૌન બનેગા કરોડપતિ 14 એક વખત ફરીથી ઓડિયન્સને એન્ટરટેન કરવા માટે તૈયાર છે, પરંતુ આ વખતે આ સિઝનમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે, જેના વિશે શોના હોસ્ટ અમિતાભ બચ્ચનને અગાઉના એપિસોડમાં જણાવ્યું હતું. શોમાં આ વખતે પૈસાની સાથે ગિફ્ટમાં નવી કાર પણ મળશે.

    શોનું ફોર્મેટ બદલાય ગયું

    બિગ બીએ શોના બદલાયેલા ફોર્મેટ વિશે જણાવતા કહ્યું, આ વખતે જે કન્ટેસ્ટન્ટ્સ એક કરોડની પ્રાઈઝ મની જીતશે, તો તેમને તેની સાથે એક કાર પણ મળશે. સાડા સાત કરોડ જીતનાર કન્ટેસ્ટન્ટને પણ એક નવી કાર મળશે. જો કે 1 કરોડ અને 7.5 કરોડની પ્રાઈઝ મની જીતનાર કન્ટેસ્ટન્ટ્સને જે ગાડી મળશે જે અલગ વેરિઅન્ટ અને વર્ઝનની હશે. અત્યાર સુધીની સિઝનમાં કરોડપતિ વિનર્સને માત્ર ઈનામની રકમ જ મળતી હતી.

    લાઈફલાઈન 'આસ્ક ધ એક્સપર્ટ'ને હટાવી દેવામાં આવી છે

    શોમાં આ વખતે પ્રાઈઝ મનીની સાથે ગિફ્ટ આપવાનો નિયમ જોડવામાં આવ્યો છે, તેમજ એક લાઈફલાઈન 'આસ્ક ધ એક્સપર્ટ' હટાવી દેવામાં આવી છે. કેબીસી 14માં હવે માત્ર ત્રણ લાઈફલાઈન જ છે. શોના લોન્ચ સમયે જ તેમાં ત્રણ લાઈફલાઈન હતી, ચોથી લાઈફલાઈન 'આસ્ક ધ એક્સપર્ટ' શોની ચોથી સિઝનમાં જોડવામાં આવી હતી.

    7 ઓગસ્ટથી ઓન એર થઈ ગયો છે KBC

    KBCની 14મી સિઝન 7 ઓગસ્ટથી ઓન એર થઈ ચૂકી છે. 2013માં 7મી સિઝન પછી શોની વિનિંગ પ્રાઈઝ 7 કરોડ રૂપિયા હતી. જો કે, આ વખતે પ્રાઈઝ મની 7 કરોડ રૂપિયા વધારીને 7.5 કરોડ રૂપિયા કરવામાં આવી છે. એટલું જ નહીં આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર ગેમ શોમાં એક નવો પડાવ પણ સામેલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં શોના મેકર્સે તેનો પ્રોમો શેર કરી આ વાતની જાણકારી ફેન્સની સાથે શેર કરી છે. તે સિવાય જે દર્શકો ઘરેબેઠા જોઈ રહ્યા છે તેમના માટે દર શુક્રવારે 'પ્લે અલોન્ગ'નો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन