એક્ટ્રેસ સની લિયોનીની બાયોપિક વેબ સીરીઝ લાંબા સમયથી ચર્ચામાં છે. વેબ સીરીઝને લઈને થોડા દિવસો પહેલા જ ખબર સામે આવી હતી કે શૂટિંગ માટે સની પોતાના બાળકોને મુંબઈમાં છોડીને સાઉથ આફ્રીકા જવા માટે રવાના થઈ ગઈ છે. સનીની આ બાયોપિક એટલા માટે ચર્ચામાં છે, કારણ કે આમાં સનીના પોર્ન સ્ટારથી બોલીવૂડ એક્ટ્રેસ સુધીની સફર બતાવવામાં આવી છે. બાયોપિકનું નામ હશે 'કરનજીત કૌર: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોની'.
હાલમાં જ સની લિયોનીએ ફિલ્મને લઈને મોટો ખુલાસો કર્યો છે. સનીને ઈન્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે. અને તેમાં તેને જણાવ્યું છે કે, બાયોપિકમાં તેમના બાળપણનો રોલ રયાસા સૌજાની નિભાવી રહી છે. સનીએ જે તસવીર શેર કરી છે. તેમા રયાસા સની સાથે નજર આવી રહી છે. જ્યારે એક તસવીરમાં સનીએ રયાસાને પોતાના ખંભા પર ઉઠાવી છે. સની લિયોનીએ આ ફોટોના કેપ્શનમાં લખ્યું કે Introducing mini me "Karenjit Kaur Vohra".