મુંબઇ: આલિયા ભટ્ટ અને વિકી કૌશલની ફિલ્મ 'રાઝી' નું નવુ પોસ્ટર રિલીઝ થયુ છે. સત્યઘટના પર આધારિત આ ફિલ્મમાં વીકી કૌશલ પાકિસ્તાની લશ્કરી અધિકારીનો અને આલિયા ભટ્ટ એની પત્નીનો રોલ કરી રહી છે.1970ના દાયકાની જાસૂસી કથા છે .આગામી ફિલ્મ રાઝીનું લેટેસ્ટ પોસ્ટર સોમવારે રિલિઝ કરાયું હતું જેમાં વાર્તાના મહત્ત્વનાં પાત્રોને સમાવી લેવામાં આવ્યાં હતાં. 1970ના દાયકામાં એક કશ્મીરી યુવતીને પાકિસ્તાની લશ્કરના એક અધિકારી સાથે પરણાવવામાં આવી હતી.
આ ફિલ્મમાં પાકિસ્તાન સાથે યુદ્ધ અનિવાર્ય હોય એવી પરિસ્થિતિ સર્જાતાં એક કશ્મીરી યુવતીને પાકિસ્તાનમાં જાસૂસી કરવા મોકલાઇ હતી એવી સત્યઘટના પર આધારિત આ ફિલ્મ છે. એક સામાન્ય ભારતીય યુવતી મુશ્કેલીમાં મુકાય જાય છે.
જેમાં આલિયા ભારતની જાસુસ છે જે પાકિસ્તાન આર્મીનાં સિક્રેટ્સ ભારત સુધી પહોંચાડે છે. આલિયા અને વિકીની આ ફિલ્મ 11 મે 2018નાં રોજ રિલીઝ થશે.
આ ફિલ્મને મેઘના ગુલઝારે ડિરેક્ટ કરી છે. આ પહેલાં મેઘના ગુલઝાર 'તલવાર' ફિલ્મ ડિરેક્ટ કરી ચુક્યા છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર