Home /News /entertainment /ફરીથી વિવાદમાં આવી આયુષ્માન ખુરાનાની ફિલ્મ બાલા, ચોરીનો આરોપ
ફરીથી વિવાદમાં આવી આયુષ્માન ખુરાનાની ફિલ્મ બાલા, ચોરીનો આરોપ
ફાઇલ તસવીર
ચંદ્રાએ દાવો કર્યો છે કે, બાલા તેની સ્ક્રીપ્ટમાંથી લીધી છે. તેમણે કહ્યું કે, 'બરેલી કી બર્ફી'ના શૂટિંગ દરમિયાન આયુષ્માનને મળ્યા હતા. સપ્ટેમ્બર 2017માં તેમણે વ્હોટ્સ એપના માધ્યમથી આની વિષયવસ્તુ અંગે વાત કરી હતી.
ન્યૂઝ18ગુજરાતી : બૉલિવુડ એક્ટર (Bollywood Actor) આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)ની નવી ફિલ્મ 'બાલા' (Bala) વિવાદમાં આવી છે. બે ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મમાં સ્ક્રિપ્ટ ચોરી કરી હોવાનો આરોપ લાગ્યો છે. પોતાની પહેલી ફિલ્મ 'માર્કશીટ' ઉપર કામ કરી રહેલા કમલ કાંત ચંદ્રાએ બોમ્બે હાઇ કોર્ટ (The Bombay High Court) અને પછી સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના દ્વાર ખટખટાવ્યા છે. જ્યારે ફિલ્મકાર નમન ગોયલ જયપુર જિલ્લા અદાલત પહોંચ્યા છે.
સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટને આઠ નવેમ્બર સુધી સમાધાન ઉપર પહોંચવાનો આદેશ કર્યો છે. જ્યારે જયપુર જિલ્લા અદાલતે બાલાના નિર્માતાને બુધવારે અદાલતમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે. ચંદ્રાએ દાવો કર્યો છે કે, બાલા તેની સ્ક્રીપ્ટમાંથી લીધી છે. તેમણે કહ્યું કે, બરેલીની બર્ફીના શૂટિંગ દરમિયાન આયુષ્માનને મળ્યા હતા. સપ્ટેમ્બર 2017માં તેમણે વ્હોટ્સ એપના માધ્યમથી આની વિષયવસ્તુ અંગે વાત કરી હતી.
તેમણે પીટીઆઇને કહ્યું હતું કે, એક કલાકની અંદર આયુષ્માનને મેસેજ મળ્યો અને તેમણે કહ્યું કે આ કહાની પસંદ આવી છે. એક સંઘર્ષરત સહાયક નિર્દેશકના રૂપમાં તેમણે આ સકારાત્મક પ્રતિક્રિયાછી ખુબજ ખુશી થઇ. મેં તેમણે પટકથાની સાથે મળીને નિર્ણય કર્યો પરંતુ તેમના મેનેજરથી મેસેજ મળ્યો કે તેઓ વસ્ત છે. એટલા માટે મેં સ્ક્રીપ્ટ તેમની પાસે જ મુકી હતી.
તેમણે આરોપ લગાવ્યો હતો કે, આયુષ્માને તેમના મેસેજનો જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. મેનેજરે તેમને જણાવ્યું કે ટકલા ઉપર ફિલ્મ બનાવવામાં તેમને રસ નથી. ચંદ્રાએ કહ્યું મને આ જાણીને આશ્ચર્ય થયું કે, તેઓ આ વિષય ઉપર એક ફિલ્મ કરવા જઇ રહ્યા છે. મેં તરત જ તેમને કાનૂની નોટિસ મોકલી હતી. આ વચ્ચે નમન ગોયલે દાવો કર્યો કે ફિલ્મ બાાલાના અનેક દ્રશ્યો તેમી ફિલ્મ ધ બિગનિંગ ટૂ ગેટ બોલ્ડમાંથી લીધા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર