ક્રિસમસની રજાઓમાં કઈ નવી ફિલ્મો અને સિરિઝ તમે ઓનલાઈન જોઈ શકશો ?

ક્રિસમસની રજાઓમાં કઈ નવી ફિલ્મો અને સિરિઝ તમે ઓનલાઈન જોઈ શકશો ?
ક્રિસમસની રજાઓમાં કઈ નવી ફિલ્મો અને સિરિઝ તમે ઓનલાઈન જોઈ શકશો ?

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 2020નું છેલ્લુ વિકેન્ડ અને ક્રિસમસની રજાઓ બધાને ઘણી લાંબી લાગશે કારણ કે આ રજાઓમાં કોરોનાને કારણે ક્યાંય બહાર પણ નહી જઈ શકાય અને મિત્રોને મળવું પણ એટલુ સેફ નથી. માટે સમય ક્યાં પસાર કરવો તે પ્રશ્ન બધાને થઈ રહ્યો છે. તો અમે તમને જણાવી દઈએ કે તમે ઓનલાઈન કઈ ફિલ્મો અને સિરિઝ આ સમયમાં જોઈ શકો છો અને મનોરંજન મેળવી શકો છો.

    હાલમાં કઈ સિરિઝ રિલિઝ થઈ છે તેની વાત કરીએ તો ડીઝની હોટસ્ટાર પર “ક્રિમિનલ જસ્ટીસ બિહાઈન્ડ ક્લોઝ્ડ ડોર” અને “સોલ” બિગ રિલિઝ છે. નેટફ્લિક્સ પર “AK VS AK”, “બ્રિજરટન” જે એક બ્રિટિશ પિરિયડ ડ્રામા છે. સોની લિવ પર “સેન્ડવિચ્ડ ફોરેવર” અને પ્રાઈમ વિડિયો પર હિન્દી ફિલ્મ “કુલી નંબર 1” હાલમાં રિલિઝ થઈ છે.





    ક્રિસમસના દિવસે પ્રાઈમ વિડિયો પર “કુલી નંબર 1” રિલિઝ થયું છે. આ ફિલ્મમાં વરૂણ ધવન અને સારા અલીખાન મુખ્ય ભૂમિકામાં છે. ડેવિડ ધવનની આ 45મી ફિલ્મ છે અને તે 1995માં આવેલી તેમની ફિલ્મની રિમેક છે. પોતાની આ ફિલ્મ વિશે વરૂણ ધવન કહે છે કે, “આ એક લવસ્ટોરી છે અને લવસ્ટોરી ટાઈમલેસ હોય છે તે ક્યારેય આઉટ ઓફ ફેશન નથી હોતી. આ એક ક્લાસિક કોમેડી છે અને અત્યારે લોકોને હાસ્યની વધારે જરૂર છે. તે ફેમિલી ફિલ્મ છે. OTT પ્લેટફોર્મ પર અત્યારે મોટાભાગની સિરિઝ અને ફિલ્મો ડાર્ક છે. માટે ક્રિસમસ પર લોકોને હસાવવા અમે આ ફિલ્મ લઈને આવ્યા છીએ. વડીલો અને યુવાનો સાથે મળીને આ ફિલ્મ જોઈ શકે છે.”



    નેટફ્લિક્સ પર બીજી રિલિઝ છે AK VS AK આ ફિલ્મમાં અનુરાગ કશ્યપ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. વિક્રમાદિત્ય મોટવાનેએ તેને ડિરેક્ટ કરી છે. 24મી ડિસેમ્બરે આ ફિલ્મનું સ્ટ્રિમિંગ શરૂ થયું છે. જોકે તેને ક્રિટિક્સના સારા રિવ્યુઝ નથી મળ્યા પણ જો તમે અનિલ કપૂરના ફેન છો તો ચોક્કસ જોઇ શકો છો.

    ડિઝની પ્લસ હોટસ્ટાર પર ક્રિમિનલ જસ્ટીસની નવી સિઝનનું સ્ટ્રિમિંગ શરૂ થઈ ગયુ છે. જેમાં પંકજ ત્રિપાઠી, અનુપ્રિયા ગોયંકા, કીર્તિ કુલહારી અને બીજા અભિનેતાઓ જોવા મળે છે.



    સોની લિવ પર સેન્ડવિચ્ડ ફોરેવરમાં કુનાલ રોય કપૂર, આહના કુમરા, અતુલ કુલકર્ણી, લુબ્ના સલિમ, ઝાકીર હુસૈન અને દિવ્યા સેઠ મુખ્ય ભૂમિકામાં છે. આ કોમેડી સિરિઝમાં નવા પરણેલા એક યુગલની વાત છે. રોહન સિપ્પીએ તેને ડિરેક્ટ કરી છે અને 25મી ડિસેમ્બરથી તેનું સ્ટ્રિમિંગ પણ શરૂ થઈ ગયું છે. જોકે આ સિરિઝને પણ ક્રિટિક્સના સારા વ્યુઝ નથી મળ્યા. એટલે પોતાના રિસ્ક પર તેને જોઈ શકાય.

    નેટફ્લિક્સ પર બ્રિજરટનનું સ્ટ્રિમિંગ પણ 25મી ડિસેમ્બરથી શરૂ થઈ ગયું છે. આ નેટફ્લિક્સ માટે શોન્ડાલેન્ડની પહેલી સિરિઝ છે અને તેનું ટ્રેલર આપણને ગોશીપ ગર્લની યાદ અપાવે છે.
    ડીઝની હોટસ્ટાર પર જેમી ફોક્સ સ્ટારર સોલનું પણ ક્રિસમસના દિવસે સ્ટ્રિમિંગ શરૂ થયું છે. 25 વર્ષના ઈતિહાસમાં પિક્સરની આ સૌથી વધુ મેચ્યોર મુવી માનવામાં આવે છે.
    Published by:Margi Pandya
    First published:December 26, 2020, 15:45 pm

    ટૉપ ન્યૂઝ