Taarak Mehta Ka Ooltah Chashmah: નટુ કાકા બાદ હવે આ કિરદારની થશે શૉમાં એન્ટ્રી, જોઇને સૌ કોઇ ચોંકી ગયા
Taarak Mehta Ka Ooltah Chashmah: નટુ કાકા બાદ હવે આ કિરદારની થશે શૉમાં એન્ટ્રી, જોઇને સૌ કોઇ ચોંકી ગયા
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા
Taarak Mehta Ka Ooltah Chashmah Latest Episode: શૉનાં નવાં પ્રોમોમાં જે બતાવવામાં આવે છે તેનાંથી લાગી રહ્યું છે કે, આવનારા એપિસોડમાં કોઇ નવું આવી રહ્યું છે જેણે ગોકુલધામ વાસીઓને ચૌકાવી દીધા છે. હવે તે કોણ છે તે તો આવનારા એપિસોડમાં જ માલૂમ થશે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં (Taarak Mehta Ka Ooltah Chashmah) હાલમાં જ નટુ કાકા (Nattu Kaka)ની એન્ટ્રી થઇ છે. ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak)નાં નિધન બાદથી જ આ કિરદાર જોવા મળ્યું નથી. હવે શૉમાં પડતી અસરને જોતા મેકર્સે ઘનશ્યામ નાયકનું રિપ્લેસમેન્ટ શોંધી કાઢ્યું છે. અને તેની શૉમાં એન્ટ્રી પણ થઇ ગઇ છે. જોકે, હજુ સુધી શૉનાં ઘણાં એવાં અહમ કિરદાર છે જે જોવા નથી મળી રહ્યાં લાગે છે કે, શૉમાં એક-એક કરીને બધાની વાપસી થવા જઇ રહી છે.
એક વધુ કિરદારની થવાં જઇ રહી છે એન્ટ્રી
શૉનાં નવાં પ્રોમો પ્રમાણે, એવું લાગે છે કે, આવનારા એપિસોડમાં કોઇ નવાં પાત્રની એન્ટ્રી થશે. જે જોઇને ગોકુલધામ વાસીઓ ચૌકી જશે. પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે, ક્લબ હાઉસની બહાર કોઇ સુતુ છે જ્યારે ગોકુલધામ વાસીઓ જોવે છે તો આશ્ચર્યચકિત થઇ જાય છે. પણ તેમને માલૂમ નથી પડતું કે આ કોણ છે. એવામાં આ સ્પષ્ટ છે કે, કંઇકને કંઇક નવું સરપ્રાઇઝ તો છે. જે દર્શકોને ગમશે. તે શું છે કોણ છે તે તો આવનારા સમયમાં જ માલૂમ થશે.
આ કિરદારની વાપસીનો થઇ રહ્યો છે ઇન્તેઝાર
સૌથી પહેલાં તો જે નામ દરેકનાં મોઢે છે તે છે દયાબેન. દિશા વાકાણીનો શૉમાં આતુરતાથી રાહ જોવાઇ રહી છે. જોકે તેની વાપસીનાં ચાન્સ હાલમાં ઓછા છે. એવામાં આશા છે કે, કઆ કિરદારને હવે કોઇ નવો ચહેરો આપવામાં આવે. હવે તે કોણ હશે તે તો આજ કાલનાં એપિસોડમાં માલૂમ થઇ જ જશે. આ સીવાય શૉમાં મેહતા સાહબનું કેરેક્ટર અદા કરી રહેલાં શૈલેશ લોઢાએ પણ શૉ છોડી દીધો હોવાની વાત છે.
તો તેમની પણ વાપસી હોઇ શકે છે. તેમ જ ટપ્પુનો રોલ અદા કરનારો રાજ અનડકટ પણ ઘણાં સમયથી શૉમાંથી દૂર છે. તો કદાચ તેની પણ રિએન્ટ્રી હોઇ શકે. આ ઉપરાંત બાઘાની ગર્લફ્રેન્ડનો રોલ અદા કરનારી બાવરી એટલે કે મોનિકા ભદોરિયા પણ શૉમાં નજર આવી શકે છે. ઘણાં સમયથી રિટા રિપોર્ટર પણ શૉમાં કોઇ એપિસોડમાં નજર આવી નથી. તો તેની પણ કોઇ સિક્વન્સમાં એન્ટ્રી ગોઠવી હોય તેમ પણ બને.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર