સેક્રેડ ગેમ-2: કેવી રીતે થયુ હતું 'ગુરુજી'નું ઓડિશન, નેટફ્લિક્સે શેર કર્યો VIDEO

News18 Gujarati
Updated: August 18, 2019, 3:45 PM IST
સેક્રેડ ગેમ-2: કેવી રીતે થયુ હતું 'ગુરુજી'નું ઓડિશન, નેટફ્લિક્સે શેર કર્યો VIDEO
વીડિયો જોઇ તમે પણ ખરેખરમાં પંકજ ત્રિપાઠીનાં એટલે કે ગુરુજીનાં ફેન થઇ જવાય તેવો છે.

વીડિયો જોઇ તમે પણ ખરેખરમાં પંકજ ત્રિપાઠીનાં એટલે કે ગુરુજીનાં ફેન થઇ જવાય તેવો છે.

  • Share this:
એન્ટરટેન્મેન્ટ ડેસ્ક: 15 ઓગષ્ટનાં રોજ સેક્રેડ ગેમની બીજી સિઝનનાં તમામ આઠે આઠ એપિસોડ રિલીઝ થઇ ગયા. આ સાથે જ લોકોની આતુરતાનો અંત આવી ગયો. ત્યારે હવે નેટફ્લિક્સ દ્વારા પંકજ ત્રીપાઠીનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે.આ વીડિયોમાં પંકજ ત્રિપાઠી 'ગુરુજી'નાં કેરેક્ટર માટે ઓડિશન આપતા નજર આવે છે. આ વીડિયો એક જ દિવસમાં દસ લાખથી વધુ વખત જોવાઇ ચુક્યો છે.

વેલ આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે પહેલાં પંકજ ત્રિપાઠીને ગણેશ ગાયતોન્ડોનું પાત્ર આપવામાં આવે છે પણ તે ડોનનું પાત્ર અદા કરવામાં જામતા ન હતાં બાદમાં તેમને બંટીનું પાત્ર આપવામાં આવે છે. જેમાં એટલી બધી ગાળો છે કે આ પાત્ર ભજવવાની પંકજ ત્રિપાઠી પોતે ના પાડે છે. બાદમાં તેમને ગુરુજીનું પાત્ર અને તેનાં ડાયલોગ્સ આપવામાં આવે છે.પંકજ ત્રિપાઠી જ્યારે આ પાત્રનાં ડાયલોગ્સ બોલે છે તો ત્યાં હાજર સો કોઇ તેમને સાંભળવામાં ખોવાઇ જાય છે. વેલ આ તો નેટફ્લિક્સ દ્વારા આ પ્રમોશનલ વીડિયો બનાવવામાં આવ્યો છે. પણ તે જોઇને ખરેખરમાં પંકજ ત્રિપાઠીનાં એટલે કે ગુરુજીનાં ફેન થઇ જવાય તેવો છે.
First published: August 18, 2019
વધુ વાંચો
अगली ख़बर