Home /News /entertainment /TOP 10: નેટફ્લિક્સની દસ ખાસ સિરીઝ અને ફિલ્મોનું લિસ્ટ, ક્રિસ હેમ્સવર્થની ફિલ્મે બાજી મારી

TOP 10: નેટફ્લિક્સની દસ ખાસ સિરીઝ અને ફિલ્મોનું લિસ્ટ, ક્રિસ હેમ્સવર્થની ફિલ્મે બાજી મારી

નેટફ્લિક્સ ઇન્ડિયા

Netflix top 10 shows and films: અગ્રણી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સે તેના સૌથી વધુ જોવાયેલા વેબ શો અને ફિલ્મોનો ડેટા બહાર પાડ્યો છે જેમાં ક્રિસ હેમ્સવર્થ અને રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘એક્સટ્રેક્શન’ (Extraction) ટોચની ફિલ્મ છે. આ ફિલ્મ ગયા લોકડાઉનમાં રિલીઝ થઈ હતી. તો ‘બ્રિજર્ટન સીઝન 1’ સૌથી વધુ જોવાયેલો વેબ શો બન્યો છે.

વધુ જુઓ ...
  Netflix top 10 shows and films: અગ્રણી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સે તેના સૌથી વધુ જોવાયેલા વેબ શો અને ફિલ્મોનો ડેટા બહાર પાડ્યો છે જેમાં ક્રિસ હેમ્સવર્થ અને રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘એક્સટ્રેક્શન’ (Extraction) ટોચની ફિલ્મ છે. આ ફિલ્મ ગયા લોકડાઉનમાં રિલીઝ થઈ હતી. તો ‘બ્રિજર્ટન સીઝન 1’ સૌથી વધુ જોવાયેલો વેબ શો બન્યો છે.

  અગ્રણી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સે તેના સૌથી વધુ જોવાયેલા વેબ શો અને ફિલ્મોનો ડેટા બહાર પાડ્યો છે.

  નેટફ્લિક્સ દ્વારા તેની ફિલ્મો અને શો રિલીઝ થયાના પ્રથમ 28 દિવસ મુજબ ટોપ 10 વેબ સિરીઝ (Netflix top 10 series) અને ફિલ્મો (Netflix top 10 movies)નું લિસ્ટ રજૂ કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ક્રિસ હેમ્સવર્થ અને રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘એક્સટ્રેક્શન’ (Extraction) ટોચની ફિલ્મ છે. આ ફિલ્મ ગયા લોકડાઉનમાં રિલીઝ થઈ હતી. તો ‘બ્રિજર્ટન સીઝન 1’ સૌથી વધુ જોવાયેલો વેબ શો બન્યો છે.જુલિયા ક્વીનની નોવેલ પર આધારિત પીરિયડ ડ્રામા સિરીઝ ‘બ્રિજર્ટન’ (Bridgerton) રિલીઝ થયાના 28 દિવસમાં જ 8 કરોડ 20 લાખ જેટલા સબસ્ક્રાઈબર્સે આ શો જોયો હતો. તો હેન્રી કેવિલની ફેન્ટસી સિરીઝ ‘ધ વિચર’ (The Witcher) અને ફ્રેન્ચ શો ‘લુપિન’ (Lupin) 7 કરોડ 60 લાખ સબસ્ક્રાઈબર્સ સાથે બીજા નંબરે છે.

  આ પણ વાંચો-Bigg Boss 15: જંગલ થિમ પર બનેલાં બિગ બોસનાં ઘરનાં જોઇ લો Inside Photos

  ફિલ્મોની યાદીમાં ટોચ પર રહેલી એક્શન-થ્રિલર મૂવી ‘એક્સટ્રેક્શન’ને 9 કરોડ 90 લાખ જેટલા વ્યૂઅર્સ મળ્યા હતા. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અને મનોજ બાજપેયી જેવા ભારતીય કલાકારોએ પણ મહત્વનો રોલ કર્યો છે. બીજા અને ત્રીજા ક્રમે અનુક્રમે થ્રિલર ફિલ્મ ‘(Bird Box) અને કોમેડી ફિલ્મ ‘સ્પેન્સર કોન્ફીડેન્શીયલ’ (Spenser Confidential) છે.નેટફ્લિક્સ કોઇ અકાઉન્ટમાંથી 2 મિનિટ સુધી જોવાયેલા શો-ફિલ્મોને એક વ્યૂ તરીકે ગણે છે પણ તેનાથી ખરેખર કોઈએ આગળ શો જોયો છે કે નહીં તે ખ્યાલ નથી આવતો એટલે તેને બેલેન્સ કરવા માટે કલાકોના હિસાબે પણ ટોપ 10 ફિલ્મો-સિરીઝની કુલ વ્યૂઅરશિપ દર્શાવવામાં આવી છે. જેના પ્રમાણે ‘બર્ડ બોક્સ’ ટોચના ક્રમે છે. આ ફિલ્મની વ્યૂઅરશિપનો 28 દિવસમાં 28.2 કરોડ કલાકનો રેકોર્ડ છે. તો ‘એક્સટ્રેક્શન’ 23.1 કરોડ કલાક સાથે બીજા ક્રમે છે. તો વેબ સિરીઝમાં કલાકના હિસાબે પણ ‘બ્રિજર્ટન’ 62.5 કરોડ કલાક સાથે ટોચ પર રહી હતી.

  આ પણ વાંચો-KBCનાં મંચ પર જ્યારે પ્રતીકે ભજવ્યું 'મોહનનો મસાલો' નાટકનો અંશ, બિગ બી થયા ભાવૂક

  નેટફ્લિક્સના અકાઉન્ટ ઓપનિંગ મુજબ ટોપ-10 સિરીઝ:
  1. બ્રિજર્ટન સીઝન 1 (Bridgerton Season 1)
  2. લુપિન પાર્ટ 1 (Lupin Part 1)
  3. ધ વિચર સીઝન 1 (The Witcher Season 1)
  4. સેક્સ/લાઈફ સીઝન 1 (Sex/Life: Season 1)
  5. સ્ટ્રેન્જર થીંગ્સ સીઝન 3 (Stranger Things Season 3)
  6. મની હાઈસ્ટ પાર્ટ 4 (Money Heist Part 4)
  7. ટાઈગર કિંગ સીઝન 1 (Tiger King Season 1)
  8. ધ કવીન્સ ગેમ્બીટ (The Queen’s Gambit)
  9. સ્વીટ ટુથ સીઝન 1 ( Sweet Tooth Season 1)
  10. એમિલી ઇન પેરિસ સીઝન 1 (Emily in Paris Season 1)

  આ પણ વાંચો- બિગ બીને પગની આંગળી પર આવ્યું ફ્રેક્ચર, છતાં KBC 'નવરાત્રી સ્પેશિયલ એપિસોડ'નું કર્યું શૂટિંગ

  આ પણ વાંચો-Nia Sharma: મિની ડ્રેસમાં નિયા શર્માનો જોવા મળ્યો સેક્સી અવતાર, જુઓ PHOTOS

  ટોપ-10 ફિલ્મો:
  1. એક્સટ્રેક્શન (Extraction)
  2. બર્ડ બોક્સ (Bird Box)
  3. સ્પેન્સર કોન્ફીડેન્શીયલ (Spenser Confidential)
  4. 6 અન્ડરગ્રાઉન્ડ (6 Underground)
  5. મર્ડર મિસ્ટ્રી (Murder Mystery)
  6. ધ ઓલ્ડ ગાર્ડ (The Old Guard)
  7. એનોલા હોમ્સ (Enola Holmes)
  8. પ્રોજેક્ટ પાવર (Project Power)
  9. આર્મી ઓફ ધ ડેડ (Army of the Dead)
  10. ફાધરહૂડ (Fatherhood)

  આ પણ વાંચો-Happy Birthday Hina Khan: બહુથી બેબ બનવામાં સફળ રહી 'અક્ષરા' જુઓ તેનો સ્ટાઇલિશ લૂક

  કુલ કલાકોના વ્યૂના હિસાબે ટોપ-10 સિરીઝ:
  1. બ્રિજર્ટન સીઝન 1 (Bridgerton Season 1)
  2. મની હાઈસ્ટ પાર્ટ 4 (Money Heist Part 4)
  3. સ્ટ્રેન્જર થીંગ્સ સીઝન 3 (Stranger Things Season 3)
  4. ધ વિચર સીઝન 1 (The Witcher Season 1)
  5. 13 રીઝન્સ વ્હાય સીઝન 1 (13 Reasons Why Season 1)
  6. 13 રીઝન્સ વ્હાય સીઝન 2 (13 Reasons Why Season 2)
  7. યુ સીઝન 2 (You Season 2)
  8. સ્ટ્રેન્જર થીંગ્સ સીઝન 2 (Stranger Things Season 2)
  9. મની હાઈસ્ટ પાર્ટ 3 (Money Heist Part 3)
  10. જિની એન્ડ જ્યોર્જિયા સીઝન 1 (Ginny and Georgia Season 1)
  View this post on Instagram


  A post shared by Netflix US (@netflix)


  ટોપ-10 ફિલ્મો:
  1. બર્ડ બોક્સ (Bird Box)
  2. એક્સટ્રેક્શન (Extraction)
  3. ધ આઈરીશમેન (The Irishman)
  4. ધ કિસિંગ બૂથ 2 (The Kissing Booth 2)
  5. 6 અન્ડરગ્રાઉન્ડ (6 Underground)
  6. સ્પેન્સર કોન્ફીડેન્શીયલ(Spenser Confidential)
  7. એનોલા હોમ્સ (Enola Holmes)
  8. આર્મી ઓફ ધ ડેડ (Army of the Dead)
  9. ધ ઓલ્ડ ગાર્ડ (The Old Guard)
  10. મર્ડર મિસ્ટ્રી (Murder Mystery)

  વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
  Published by:Margi Pandya
  First published:

  Tags: Entertainment news, Netflix, Trending news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन